નવી દિલ્હી: ભારત માટે ડગલે ને પગલે સમસ્યા ઊભી કરનારા ચીનના વિદેશ મંત્રી વાંગ યી એક આશા લઈને નવી દિલ્હી પહોંચ્યા હતા. પરંતુ ભારતે તેમને ખુબ જ પ્રેમપૂર્વક સમજાવી દીધુ કે હાલ એ શક્ય નથી. વાત જાણે એમ છે કે વાંગ યી કોઈ પણ ઔપચારિક જાહેરાત વગર શુક્રવારે ભારત આવ્યા હતા. આ દરમિયાન તેમણે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ તથા વિદેશ મંત્રી એસ જયશંકર સાથે મુલાકાત કરી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ કામ માટે જ આવ્યા હતા વાંગ યી
ઈન્ડિયન એક્સપ્રેસના એક રિપોર્ટ મુજબ ચીની વિદેશમંત્રી વાંગ યી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરવા માંગતા હતા પરંતુ ભારત તરફથી ના પાડી દેવાઈ. વાંગ યી ખાસ કરીને PM મોદીને મળવા માટે જ ભારત આવ્યા હતા. પરંતુ નવી દિલ્હી સ્થિત પ્રધાનમંત્રી કાર્યાલયે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના શપથવિધનો સમારોહ હોવાનો હવાલો આપી ના પાડી. 


પેરાસિટામોલ સહિત 800 દવાઓ એપ્રિલથી મોંઘી થશે, જાણો કેટલો થશે ભાવ વધારો


NSA ને આપ્યું ચીન આવવાનું આમંત્રણ
રિપોર્ટમાં સૂત્રોના હવાલે જણાવવામાં આવ્યું છે કે વાંગ યીએ અજીત ડોભાલ સાથે મુલાકાત કર્યા બાદ તેમને ચીન આવવાનું આમંત્રણ પણ આપ્યું છે. આ બાજુ NSA તરફથી આ અંગે સકારાત્મક પ્રતિક્રિયા આપવામાં આવી છે. તેમના તરફથી કહેવાયું છે કે હાલના મુદ્દાઓના સમાધાન બાદ તેઓ ચીનનો પ્રવાસ કરી શકે છે. અત્રે જણાવવાનું કે ચીનના વિદેશમંત્રી સાથે શુક્રવારે પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત બાદ વિદેશમંત્રી જયશંકરનું નિવેદન આવ્યું હતું. તેમણે કહ્યું હતું કે ભારત અને ચીન વચ્ચે જે હાલની સ્થિતિ છે તેની પ્રગતિ ખુબ ધીમી છે. તેમણે કહ્યું કે વાંગ યી સાથે તેમાં તેજી લાવવા પર ચર્ચા થઈ છે. 


પહેલીવાર મનુષ્યના લોહીમાંથી મળી આ વસ્તુ, આ ડરામણી ચીજથી વૈજ્ઞાનિકોના હોશ ઉડ્યા


આંતરરાષ્ટ્રીય સમજૂતિઓના પાલન પર ભાર
જયશંકરે વધુમાં કહ્યું હતું કે એપ્રિલ 2020માં સરહદ પર ચીનની કાર્યવાહીઓ દરમિયાન બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો પર અસર પડી. બેઠક દરમિયાન રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારે પણ ચીનના વિદેશમંત્રીને કહ્યું કે સરહદ પર આંતરરાષ્ટ્રીય સમજૂતિઓના પાલન પર ભાર મૂકાવવો જોઈએ. નોંધનીય છે કે લદાખ હિંસા બાદ બંને દેશો વચ્ચે સંબંધો તણાવપૂર્ણ થઈ ગયા છે. ભારત સતત શાંતિ સાથે મુદ્દા ઉકેલવાની કોશિશ કરી રહ્યું છે. પરંતુ ચીન પોતાની હરકતોમાંથી બહાર આવતું નથી. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube