નવી દિલ્હીઃ કોરોના વેક્સિન બનાવનારી ભારતીય કંપનીઓ ચીની હેકર્સના નિશાના પર છે. ભારતમાં કોરોના વેક્સિનેશન (Corona Vaccination Drive) વચ્ચે ભારતીય વેક્સિન ઉપ્તાપકોની આઈટી સિસ્ટમને હેકર્સે ટાર્ગેટ કરી. ભારતીય વેક્સિન નિર્માતાઓની આઈટી સિસ્ટમને હેક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. હેકિંગનો આ પ્રયાસ ચીન સમર્થિત એક ગ્રુપે કર્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રોયટર્સે સાઇબર ઇન્ટેલિજન્સ ફર્મ સાયફર્માના હવાલાથી ભારતમાં કોરોના વેક્સિન બનાવી રહેલી બન્ને કંપનીઓને ચીની સરકાર સમર્થિત હેકરોએ નિશાન બનાવવાની વાત કહી છે. ગોલ્મેડ સેક્સ સાથે જોડાયેલી કંપની સાયફર્મા અનુસાર ચીની હેકિંગ ગ્રુપ  APT10 એ ભારત બાયોટેક અને સીરમ ઈન્સ્ટિટ્યુટના આઇટી ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ખામીનો ફાયદો ઉઠાવી હેકનો પ્રયાસ કર્યો. APT10 હેકિંગ ગ્રુપને પાંડાથી પણ ઓળખવામાં આવે છે. હેકિંગ ગ્રુપે બન્ને કંપનીઓના સપ્લાઈ ચેન સોફ્ટવેરમાં પણ સેંધ લગાવી હતી. 


સાયફર્માના ચીફ એક્ઝિક્યુટિવ કુમાર રીતેશનું કહેવુ છે કે સાઇબર હુમલાનો મુખ્ય ઉદ્દેશ ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટીને નિશાન બનાવવાનો અને ભારતીય કંપનીઓ પર પ્રતિસ્પર્ધી લીડ હાસિલ કરવાનો છે. રીતેશ બ્રિટિશ ગુપ્તચર એજન્સી MI6 માં સાઇબર સાથે જોડાયેલા મોટા અધિકારી રહી ચુક્યા છે. 


રીતેશે ચીની સાઇબર હુમલા વિશે કહ્યુ,  'APT10 સીરમ ઈન્સ્ટિટ્યુટને ટાર્ગેટ કરી રહ્યું હતું, સીરમ ઘણા દેશો માટે એસ્ટ્રાઝેનેકાની વેક્સિન બનાવી રહ્યું છે. જલદી સીરમ નોવાવેક્સનું ઉત્પાદન પણ મોટા પાયે કરવાનું છે. હેકરોને કંપનીના ઘણા સર્વરોમાં ખામી મળી. હેકર્સે નબળી વેબ એપ્લિકેશન અને નબળા કન્ટેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમનની વાત કહી, જે ખુબ ચિંતાજનક છે. 


ચીની સરકારે પરંતુ સાઇબર હુમલાને લઈને કોઇ પ્રતિક્રિયા આપી નથી, તો ભારત બાયોટેક અને સીરમ ઈન્સ્ટિટ્યુટે પણ આ મામલામાં કોઈ પ્રકારની કોમેન્ટ કરવાનો ઇનકાર કર્યો છે. અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસના 2018ના એક રિપોર્ટ અનુસાર હેકિંગ ગ્રુપ  APT10 ચીનના આંતરિક સુરક્ષા મંત્રાલયની સાથે કામ કરે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube