China એ ફરી ભારતને ઉશ્કેરવાની કરી કોશિશ, ઉત્તરાખંડમાં LAC ની અંદર ઘૂસી આવ્યા ચીની સૈનિકો
પૂર્વ લદાખમાં ખેંચતાણ વચ્ચે ચીન પોતાની નાપાક હરકતો કરવાનું છોડતું નથી. હવે ઉત્તરાખંડના બારાહોતી વિસ્તારમાં ઉશ્કેરણીજનક હરકત કરી છે.
નવી દિલ્હી: પૂર્વ લદાખમાં ખેંચતાણ વચ્ચે ચીન પોતાની નાપાક હરકતો કરવાનું છોડતું નથી. હવે ઉત્તરાખંડના બારાહોતી વિસ્તારમાં ઉશ્કેરણીજનક હરકત કરી છે. ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (PLA)ના લગભગ 100 જવાનોએ ગત મહિને ઉત્તરાખંડમાં બારાહોતી સેક્ટરમાં એલએસીનો ભંગ કર્યો હતો. ચીની સૈનિક ગત 30 ઓગસ્ટના રોજ ભારતીય સરહદમાં ઘૂસી ગયા અને કેટલાક કલાકો પસાર કર્યા બાદ વિસ્તારમાં પાછા ફર્યા. આ વિસ્તારમાં ભારત-તિબ્બત સીમા પોલીસ (ITBP) ના જવાનો તૈનાત છે.
એલએસી પર કડક નિગરાણી
હાલાત અંગે જાણકારી રાખનારા અધિકારીઓએ કહ્યું કે જેવા સાથે તેવા ની રણનીતિ હેઠળ ભારતીય સૈનિકોએ પેટ્રોલિંગ કર્યું જો કે ચીનની આ હરકત પર કોઈ અધિકૃત ટિપ્પણી કરવામાં આવી નથી. આ ઘટના પૂર્વ લદાખના અનેક વિસ્તારોમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે ચાલી રહેલા ગતિરોધ વચ્ચે ઘટી છે. ભારતીય અધિકારીઓ વિચારમાં પડી ગયા છે કે 30 ઓગસ્ટે આટલી સંખ્યામાં ચીની સૈનિકો ભારતીય સરહદમાં ઘૂસી ગયા. જ્યારે ભારત પૂર્વ લદાખ ગતિરોધ બાદ લગભગ 3500 કિલોમીટર લાંબી એલએસી પર સતત કડક નિગરાણી રાખી રહ્યું છે.
ચીનની આ હરકત બાદથી તણાવ
પેંગોંગ લેક વિસ્તારમાં હિંસક ઘર્ષણ બાદ પૂર્વ લદાખમાં ગત વર્ષે 5 મેના રોજ ભારતીય અને ચીની સેનાઓ વચ્ચે સરહદ પર ગતિરોધ શરૂ થયો હતો. બંને પક્ષોએ ધીરે ધીરે હજારો સૈનિકોની સાથે સાથે ભારે હથિયારો સાથે પોતાની તૈનાતી વધારી હતી. સૈન્ય અને રાજનયિક સંવાદની એક શ્રૃંખલાના પરિણામ સ્વરૂપે બંને પક્ષોએ ગત મહિને ગોગરા ક્ષેત્રમાં ડિસએન્ગેજમેન્ટ પ્રોસેસ (Disengagement Process) પૂરી કરી. ફેબ્રુઆરીમાં બંને પક્ષોએ ડિસએન્ગેજમેન્ટ પર એક સમજૂતિ હેઠળ પેંગોંગ લેકના ઉત્તરી અને દક્ષિણી કિનારેથી સૈનિકો અને હથિયારોની વાપસી પ્રક્રિયા પૂરી કરી. હાલ સંવેદનશીલ વિસ્તારમાં એલએસી પર બંને પક્ષોના લગભગ 50થી 60 હજાર સૈનિકો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube