નવી દિલ્હી: લદ્દાખ બોર્ડર પર ભારત-ચીન વચ્ચે ચાલી રહેલા તણાવ (India-China Face Off) વચ્ચે સમાચારો આવી રહ્યા છે કે ચીનની પીપલ્સ લિબરેશન આર્મી એટલે કે હવે સીમા પરથી પાછળ હટી ગઇ છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ચીનીએ ગોગરા, ગલવાન અને હોટ સ્પ્રિંગ્સનો વિસ્તાર ખાલી કરી દીધો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૂત્રોના જણાવ્યા અનુસાર તણાવ ઓછો કરવા માટે બંને પક્ષ હવે ઉચ્ચ સૈન્ય અધિકારી સ્તરીય વાતચીત કરશે. તેમણે કહ્યું કે ટકરાવની કોઇ આશંકાને ટાળવા માટે પક્ષોને ગલવાન ઘાટી, ગોગ્રા અને હોટ સ્પ્રિંગ્સમાં ત્રણ સ્થળો પર ત્રણ કિલોમીટરનો બફર ઝોન સ્થાપિત કરી લીધો છે. 


ઘટનાક્રમથી અવગત લોકોએ કહ્યું કે પીએલએ ગ્રોગા (ગશ્ત બિંદુ 17)થી પોતાના તમામ સૈનિકોને પરત બોલાવી લીધા છે અને આ સાથે બંને પક્ષોએ કોઇ ટકરાવને ટાળવા માટે વાપસીના પહેલા તબક્કાને પુરો કરી લીધો છે. 


તેમણે કહ્યું કે હવે આખુ ધ્યાન પૈગોંગ ક્ષેત્રમાં છે જ્યાં 'ફિંગર એરિયા 4'થી સૈનિકોની સંખ્યા ઓછી થઇ રહી છે. ભારત આ વાત ભાર આપી રહ્યું છે કે ચીનને 'ફિંગર' 4 અને 8ની વચ્ચે ક્ષેત્રોથી પોતાની સેના પરત બોલાવી જોઇએ. 


બંને પક્ષોના વચ્ચે કોર કમાંડર-સ્તરીય વાતચીતનો ચોથો તબક્કો આગામી બે-ત્રણ દિવસમાં થવાની સંભાવના છે. બંને સેનાઓ આગામી થોડા દિવસોમાં એક સંયુક્ત સત્યાપન પણ કરશે જેથી વાપસી પ્રક્રિયાના કાર્યાન્વયનનું આકલન કરવામાં આવી શકે છે. 


રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને ચીની વિદેશ મંત્રી વાંગ યીની વચ્ચે રવિવારે ટેલીફોન પર લગભગ બે કલાક થયેલી વાતચીત પછી સૈનિકોની વાપસીની પ્રક્રિયા સોમવારે સવારે થઇ હતી. 


વાર્તા દરમિયાન બંને પક્ષોનો ટકરાવવાળા તમામ બિંદુઓથી સૈન્યબળોની ઝડપથી વાપસી પર સહમતિ વ્યક્ત કરી, જેથી ક્ષેત્રમાં શાંતિ જળવાઇ રહે. ડોભાલ અને વાંગ સીમા સંબંધી વાર્તાઓ માટે વિશેષ પ્રતિનિધી છે. 


વાર્તા બાદ ગલવાન ઘાટી, હોટ સ્પ્રિંગ્સ, ગોગ્રા અને પૈંગોગથી બળોની વાપસી પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. સૈન્ય સૂત્રોએ કહ્યું કે ભારતીય સેના વાસ્તવિક નિયંત્રણ રેખા પાસે પોતાની આક્રમક મુદ્રા યથાવત રાખશે, જ્યાં સુધી ચીની પક્ષ પોતાની પાછળના અડ્ડાઓમાં મહત્વપૂર્ણ નિર્માણને સમાપ્ત કરતા નથી. 


કોર કમાંડર સ્તરની 30 જૂનના રોજ થયેલી વાર્તામાં લેવામાં આવેલા નિર્ણય અનુસાર બંને પક્ષ ગતિરોધ અધિકાર વિસ્તારોમાં ત્રણ કિલોમીટરનું ન્યૂનતમ બદર ક્ષેત્ર બનશે. ભારત અને ચીનની સેનાઓ વચ્ચે પૂર્વી લદ્દાખમાં ઘણા સ્થળો પર લગભગ આઠ અઠવાડિયાથી ગતિરોધની સ્થિતિ બનેલી છે. સ્થિતિ ત્યારે વધુ બગડી હતી, જ્યારે 15 જૂનના રોજ ગલવાન ઘાટીમાં બંને દેશોને સૈનિકો વચ્ચે થયેલી હિંસક અથડામણ્માં ભારતના 20 જવાન શહીદ થયા હતા. 


બંને દેશોના સૈન્ય અધિકારીઓએ વચ્ચે ગત 30 જૂનના રોજ લેફ્ટિનેંટ જનરલ સ્તરના ત્રીજા તબક્કાની વાતચીત થઇ છે જેમાં બંને પક્ષ ગતિરોધને સમાપ્ત કરવા માટે ''પ્રાથમિકતા''ના રૂપમાં ઝડપથી વધુ તબક્કાવાર રીતે પગલાં ભરવા માટે સહમત થયા હતા.