CIA દ્વારા VHP અને બજરંગ દળને ધાર્મિક ઉગ્રવાદી સંગઠન ગણાવતા હોબાળો
CIAની ફેક્ટ રિપોર્ટ અંગે ભાજપ નેતા વિનય કટિયારે કહ્યું કે, આ કોંગ્રેસનું કાવત્રુ છે, આ ખોટો રિપોર્ટ છે
અયોધ્યા : અમેરિકી ગુપ્તચર એજન્સી CIA દ્વારા બજરંગ દળ અને વિશ્વ હિંદુ પરિષદોને ધાર્મિક ઉગ્રવાદી સંગઠન કહેવા અંગે ભારતમાં વિરોધના વંટોળ ઉઠી રહ્યા છે. અયોધ્યા પહોંચ્યા બાદ ભાજપ નેતા અને પુર્વ સાંસદ વિનય કટિયારે CIAનાં રિપોર્ટના ખોટા અને કોંગ્રેસનું કાવત્રું ગણાવ્યું. તેમણે કહ્યું કે, ભારતમાં ક્રિશ્યિચન મિશનરીઓની બિનજરૂરી ફંડીગ રોકી દેવાનાં કારણે આ લોકો પરેશાન છે. આ પરેશાનીમાં વિશ્વ હિંદૂ પરિષદ અને બજરંગ દળની છબી ખરાબ કરવાના નિષ્ફળ પ્રયાસો કરવામાં આવી રહી છે. વિનય કટિયાર બજરંગ દળના પુર્વ સંયોજક પણ રહી ચુક્યા છે.
કાયદાકીય વિકલ્પની શોધમાં બજરંગ દળ
CIAએ પોતાનાં ફૈક્ટબુકમાં વિશ્વ હિંદુ પરિષદ (VHP) અને બજરંગ દળને ધાર્મિક ઉગ્રવાદી જુથ ગણાવ્યું છે. આ બંન્ને સમુહોને સીઆઇએએ પોતાનાં દસ્તાવેજમાં રાજનીતિક દબાવ સમુહ વર્ગમાં મુક્યા છે. ત્યારે બીજી તરફ બજરંગ દળે આતંકવાદી ગણાવવા અંગે આકરી નારાજગી વ્યક્ત કરી અને કહ્યું કે તેનાં માટે કાયદાકીય વિકલ્પ શોધવાનાં પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
RSSને રાષ્ટ્રવાદી સંગઠન ગણાવાઇ રહ્યું છે
વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ ઉપરાંત રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (RSS)ને સીઆઇએ ફેક્ટબુકમાં એક રાષ્ટ્રવાદી સંગઠન તરીકે સ્થાન આપ્યું છે. સીઆઇએએ કાશ્મીરના હુર્રિયત કોન્ફરન્સને અલગતાવાદી જુથ ગણાવ્યું છે, જ્યારે જમીયત ઉલેમા - એ - હિંદને ફેક્ટબુકમાં ધાર્મિક સંગઠન કહેવામાં આવ્યું છે. બજરંગ દળે વેબ પોર્ટલ ધ પ્રિંટને કહ્યું કે, અમારા માટે કાયદાકીય રસ્તાઓ ખુલ્લા છે. બજરંગ દળના રાષ્ટ્રીય સંયોજક વનોજ વર્માએ કહ્યું કે, કેટલાક દિવસ પહેલા આ અમારી માહિતીમાં આવ્યા. અમે નિષ્ણાતોનો સંપર્ક કરી રહ્યા છીએ અને ફેક્ટબુકની વિરુદ્ધ કાર્યવાહી માટે કાયદાકીય સલાહ લઇ રહ્યા છે.
267 દેશો અંગે આપવામાં આવે છેમાહિતી
ધ વર્લ્ડ ફેક્ટબુક અમેરિકી ગુપ્તચર એજન્સી સીઆઇએનું એક વાર્ષિક પ્રકાશન છે. જેમાં વિશ્વનાં 267 દેશો અંગે માહિતી આપવામાં આવે છે. આ ફેક્ટબુકમાં તે દેશોનાં ઇતિહાસ, ભુગોળ, સરકાર, અર્થવ્યવસ્થા, ઉર્જા, સંચાર, પરિવહન, સેના, આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ અને રાજનીતિક દળો અંગે સંક્ષિપ્ત માહિતી આપવામાં આવે છે.