સરકાર ઇરાદા પુર્વક લોન નહી ચુકવનારનાં ઉદ્યોગપતિઓનાં નામ જાહેર કરે : CIC
સીઆઇસીએ પોતાનાં 66 પેજના વિસ્તૃત આદેશમાં રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર રઘુરામ રાજન દ્વારા એનપીએ અંગે લખાયેલ પત્રને જાહેર કરવા જણાવ્યુ
નવી દિલ્હી : કેન્દ્રીય માહિતી પંચ (CIC) એ રિઝર્વ બેંક (RBI) અને વડાપ્રધાન કાર્યાલય (PMO)ને ફરીએકવાર ચેતવણી આપતા જણાવ્યું કે, એનપીએ અંગે રઘુરામ રાજનના પત્ર અને જાણીબુઝીને લોન નહી ચુકવનારા લોકોનાં નામ જાહેર કરવામાં આવે. પંચે પોતાનાં 6 પેજના વિસ્તૃત આદેશમાં રિઝર્વ બેંકના પુર્વ ગવર્નર રઘુરામ રાજન દ્વારા ફસાયેલા નાણા અંગે મોકલેલા પત્રનો ખુલાસો કરવાનાં આદેશનું પાલન નહી કરવા અંગે પણ નારાજગી વ્યક્ત કરી છે.
માહિતી અધિકારી શ્રીધર આર્ચાયુલુએ કહ્યું કે, આ મુદ્દે જો કોઇ વિરોધ માહિતી આપવા મુદ્દે મળનારી છુટ પર આધારિત હોય તો વડાપ્રધાન કાર્યાલયે આ અંગે તથા આવા પ્રાવધાનો અંગે જણાવવું જોઇએ અને ઇન્કાર કરવા પાછળનો તર્ક પણ જણાવવો જોઇએ. તેમણે કહ્યું કે, પીએમઓએ રાજનને પત્રનો ખુલાસો કરવાનાં નિર્દેશને જે તર્કોનાં આધારે નથી માન્યો તે યોગ્ય નહી પરંતુ ખુબ જ દુર્ભાગ્યપુર્ણ પણ છે.
આચાર્યુલુ જાણીબુઝીને દેવું નહી ચુકવનારા ઉદ્યોગપતિઓનાં નામ જાહેર કરવાની માંગ સાથેની સંદિપ સિંઘની અરજી પર સુનવણી કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે, વડાપ્રધાન કાર્યાલયનો તે નૈતિક, સંવૈધાનિક અને રાજનીતિક જવાબદારી છે કે તે દેશનાં નાગરિકોને જાણીબુઝીને દેવું નહી ચુકવનારા લોકોનું નામ જણાવે અને તે પણ માહિતી આપે કે દેશનાં કરદાતાઓનાં નાણાથી તેમને જે દેવું ચુકવવામાં આવ્યું છે તેની વસુલી માટે બૈંકોએ શું પગલું ઉઠાવ્યું છે.
માહિતી આયુક્તે કહ્યું કે, માહિતીની શ્રેણીઓને રિઝર્વ બેંકોએ જણાવવા યોગ્ય માન્યા છે. રિઝર્વ બેંકે પોતાનાં પ્રકટીકરણ નીતિ હેઠળ જણઆવ્યું કે, તેના માટે આરટીઆઇ કાયદાનાં વિશિષ્ઠ પ્રાવધાનોનો ઉલ્લેખ પણ કર્યો છે. સરકારને જવાબદારી બને છે કે તે પોતાનાં નાગરિકોને માહિતી આપે કે તેમનાં ટેક્સનાં નાણા કોઇ ચાઉ કરી ગયું છે અને હવે તે પરત પણ નથી કરી રહ્યું.