આંધ્ર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુની રાજ્યના અપરાધિક તપાસ વિભાગ (CID) એ ધરપકડ કરી છે. ભ્રષ્ટાચારના કેસમાં ટીડીપી પ્રમુખ ચંદ્રબાબુ નાયડુની ધરપકડ આજે વહેલી સવારે કરવામાં આવી. તેમને હાલ મેડિકલ તપાસ માટે એરલિફ્ટ કરીને નંદ્યાલ હોસ્પિટલમાં લઈ જવાઈ રહ્યા છે. ત્યારબાદ તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વહેલી પરોઢે પહોંચી સીઆઈડી
ચંદ્રબાબુ નાયડુએ પોતાની મુસાફરી દરમિયાન શુક્રવારે નંદ્યાલ જિલ્લાના બનગનપલ્લીમાં જનસભાને સંબોધિત કરી હતી. જાહેર સંબોધન બાદ નાયડુ આજે પોતાની વેનિટી વેનમાં આરામ કરી રહ્યા હતા. શનિવારે વહેલી સવારે લગભગ સાડા ત્રણ વાગે એપી સીઆઈડી નાયડુની ધરપકડ કરવા માટે તેમની વેનિટી વેનમાં પહોંચી પરંતુ પાર્ટી કાર્યકરો અને નેતાઓએ તેમને ઘેરી લીધા અને આંધ્ર પ્રદેશના ધરપકડ કરવા દીધા નહીં. 


ટીડીપી કાર્યકરો સાથે ઉગ્ર દલીલ
નેતાઓ અને આંધ્ર પ્રદેશ સીઆઈડી પોલીસ વચ્ચે આક્રમક દલીલો થયા બાદ સવારે લગભગ 6 વાગે નાયડુ વેનમાંથી નીચે ઉતર્યા અને પોલીસની સાથે ચર્ચા કરી. તેમની ધરપકડ માટે 51સીઆરપીસી હેઠળ નોટિસ જારી કરવામાં આવી હતી. નાયડુએ કેસ અંગે ડિટેલ માંગી પરંતુ પોલીસે એમ કહીને ઈન્કાર કર્યો કે ડિટેલ્સ માનનીય કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવી છે.  પોલીસે કહ્યું કે કેસની વિસ્તૃત જાણકારી અને રિમાન્ડ રિપોર્ટ નાયડુની પૂછપરછ બાદ આપવામાં આવશે. નાયડુ પોલીસની સાથે સહયોગ કરવા માટે સહમત થયા હતા. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube