નવી દિલ્હીઃ કોરોના વચ્ચે 7 મહિના બાદ ખુલી રહેલા મલ્ટીપ્લેક્સ માટે સરકારે મંગળવારે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિઝર (SOP) જારી કરી દીધી છે. કન્ટેઇનમેન્ટ ઝોનને છોડીને બાકી વિસ્તારમાં 15 ઓક્ટોબરથી 50 ટકાની ક્ષમતાની સાથે મલ્ટીપ્લેક્સ અને સિનેમાહોલ શરૂ કરી શકાશે, પરંતુ સોશિયલ ડિસ્ટેન્સિંગ રાખવું પડશે. બે લોકો વચ્ચે સીટ ખાલી રાખવી પડશે. કોરોના અવેરનેસ પર ફિલ્મ દેખાડવી પણ જરૂરી હશે. દરેક શો બાદ હોલને સેનેટાઇઝ કરવામાં આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ એસઓપી ચાર ભાગમાં છે
કઈ રીતે મળશે એન્ટ્રી?


  • કોન્ટેક્સ ટ્રેસિંગ માટે કોન્ટેક્ટ નંબર આપવો પડશે.

  • થર્મલ સ્ક્રીનિંગ થશે.

  • માસ્ક ફરજીયાત

  • એન્ટ્રી-એક્ઝિટ પોઈન્ટ અને કોમન એરિયામાં હેન્ડ સેનેટાઇઝરની વ્યવસ્થા કરવી પડશે. આ વ્યવસ્થા ટચ ફ્રી મોડમાં કરવાનો પ્રયાસ કરો.

  • એસિમ્ટોમેટિક લોકોને જ એન્ટ્રી મળશે.

  • જે લોકો કોરોના ગાઇડલાઇનનું પાલન ન કરે, તેની સામે કડક વર્તન કરવું


બેસવાની વ્યવસ્થા કેવી હશે?


  • સિનેમા હોલમાં 50 ટકાથી વધુ ઓક્યૂપેન્સી રાખી શકાશે નહીં.

  • એક સીટ છોડીને બુકિંગ થઈ શકશે.

  • બાકી સીટો પર નોટ ટૂ બી ઓક્યૂપાઇડ લખવુ પડશે.

  • આવી સીટો પર ટેપ લગાવવી કે માર્કર લગાવવું પડશે.

  • એકની પાછળ એક વ્યક્તિ નહીં બેસી શકે.

  • ખાલી સીટોની પાછળની સીટો બુક થશે.


સિનેમા હોલ અને મલ્ટીપ્લેક્સમાં અંદર જવા પર શું થશે?


  • માત્ર પેક ફૂડની મંજૂરી હશે. તેના માટે વધુ કાઉન્ટર રાખવા પડશે. ઓનલાઇન પેમેન્ટને પ્રોત્સાહન આપવું પડશે.

  • હોલની અંદર ફૂડ અને ડ્રિંક્સની ડિલિવરી નહીં મળે.

  • લોકો લાઇનમાં અંદર બહાર જાય, તે માટે ઇન્ટરવેલનો સમય વધારવામાં આવી શકે છે. 

  • એક્સેસ પોઈન્ટસ ઓનલાઇન સેલ્સ પોઈન્ટ, લોબી અને વોશરૂમ જેવા એરિયામાં લોકોને સંક્રમણથી બચાવવાની વ્યવસ્થા કરવી પડશે.

  • બે શો વચ્ચે સમય અલગ-અલગ હશે.

  • એક શો પૂરો થાય અને બીજો શો શરૂ થવાનો સમય એક નહીં રાખી શકાય.

  • એક શો પૂરો થયા બાદ લોકોને તેની સીટોની લાઇન પ્રમાણે બહાર કાઢવામાં આવે, જેથી અંતર જળવાઇ રહે.

  • એક શો પૂરો થયા બાદ હોલ સેનેટાઇઝ થશે, પછી બીજા શો માટે લોકો આવીને બેસી શકશે.

  • કોઈ વ્યક્તિ પોઝિટિવ મળે તો પરિસરને ડિસઇન્ફેક્ટ કરવું પડશે.


સિનેમા હોલ અને મલ્ટીપ્લેક્સમાં બાકી શું વ્યવસ્થા કરવી પડશે?


  • શો પહેલા અને બાદમાં તથા ઇન્ટરવલ પહેલા અને બાદમાં કોરોના જાગૃતિ પર 1 મિનિટની ફિલ્મ ફરજીયાત દેખાડવી પડશે.

  • હોલની બહાર 6 ફૂટના અંતર માટે જમીન પર નિશાન કરવા પડશે.

  • ક્રોસ વેન્ટિલેશન હોય અને AC 24થી 30 ડિગ્રી પર રાખો.

  • સિંગલ સ્કીન સિનેમા હોલમાં ટિકિટ બુકિંગ માટે વધુ વિન્ડો ખોલવી પડશે.

  • ઓનલાઇન ટિકિટ બુકિંગને પ્રોત્સાહન આપવું.

  • ટિકિટ બુકિંગ દિવસભર થાય. એડવાન્સ બુકિંગની સુવિધા મળે.

  • આરોગ્ય સેતુ એપના ઉપયોગની સલાહ આપવામાં આવે છે.

  • વેસ્ટ ફૂટ અને બેવરેઝને સેફ્ટીની સાથે ડિસ્પોઝ ઓફ કરવા પડશે.