આશુતોષ શર્મા, જયપુર: રાજસ્થાનમાં એક વરરાજાએ ઉદાહરણ પુરૂ પાડ્યું છે. આ વખતે સામાજિક કુરિવાજ દહેજ વિરૂદ્ધ આ જંગ CISF કોન્સ્ટેબલ વરરાજાએ રાજસ્થાનના આ વરરાજાએ 11 લાખ રૂપિયાના દજેહથી ભરેલો થાળ પરત કરી દીધો. વરરાજાએ શુકન તરીકે ફક્ત 11 રૂપિયા લઇને લગ્ન કર્યા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

CISF માં કોન્સ્ટેબલ પદ પર છત્તીસગઢમાં તૈનાત જિતેંદ્વ સિંહ જાન લઇને જયપુરના આંબાવાડી પહોંચ્યા હતા. અહીંયા જિતેન્દ્વના લગ્ન ગોવિંદ સિંહ શેખાવતની પુત્રી ચંચળ સાથે થવાના હતા. લગનમાં તે સમય બધુ સામાન્ય હતું, જ્યાં સુધી કન્યા પક્ષ દહેજના રૂપે 11 લાખ અરૂપિયાથી ભરેલો થાળ વરરાજા જિતેન્દ્વના હાથમાં પકડાવ્યો ન હતો. 

બાળપણમાં અભિષેકે બિગ બીને લખ્યો હતો આવો પત્ર, વાંચીને તમે પણ થશે જશો ભાવુક


વરરાજા જિતેન્દ્વ દહેજ લેવાના બદલે સસરા સામે હાથ જોડ્યા. આ દરમિયાન વર-વધૂ બંને ઘણા લોકો આશ્વર્યચકિત થઇ ગયા. દરેકને એવું લાગ્યું કે સરકારી નોકરી લાગી છે અને દહેજમાં રકમ ઓછી પડી હોવાથી લઇ રહ્યો નથી અથવા પછી લગ્નના સત્કારમાં ઉણપ રહી ગઇ, જેના લીધે વરરાજા નારાજગી વ્યક્ત કરી રહ્યો છે. 

ખુશખબરી: દેશમાં બધાને એક જ દિવસે મળશે સેલરી, મોદી સરકાર કરી રહી છે તૈયારી


પછી સસરા સમક્ષ હાથ જોડીને બેઠેલા વરરાજા જિતેન્દ્રએ જ્યારે દહેજ વિરૂદ્ધ હોવાની વાત કહેતાં રૂપિયા ભરેલો થેલો પરત કરી દીધો તો બધાને સમજાઇ ગયું. ખૂબ સમજાવટ બાદ જિતેંદ્રએ શુકન તરીકે 11 રૂપિયા અને નાળિયેર લઇને લગ્નની બાકીના રિવાજો પુરા કર્યા. 


શું કહેવું હતું વરરાજા જિતેંદ્રનું
જિતેંદ્રએ જણાવ્યું હતું કે તેને જ્યારે ખબર પડી કે તેની થનાર પત્નીએ એલએલબી કર્યું છે અને પીએચડી કરી રહી છે. ત્યારે તેણે સમય નક્કી કરી લીધો હતો લગ્નમાં દહેજ નહી લઉ. લગ્નના અવસર પર દહેજ લેવાની ના પાડીને જિતેન્દ્રએ કહ્યું કે કન્યા ચંચલ જજ બનવાની તૈયારી કરી રહી ચે. તે જજ બનીને લોકોને ન્યાય કરશે તો તે અમારા દહેજના પૈસાથી વધારે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube