નાગરિક્તા સુધારા કાયદોઃ હવે ઉત્તર પ્રદેશના મઉમાં પહોંચી આગ, કલમ-144 લાગુ
મિર્જાહાદીપુરા ચોક(Mirjahidpura Chowk) પર મીડિયા(Media) કર્મચારીઓના બાઈક સહિત અન્ય લોકોનાં 8 વાહનોને આગ લગાડવામાં આવી હતી. પોલીસ દ્વારા બળપ્રયોગ કરવામાં આવતા યુવકોએ પથ્થરમારો શરૂ કરી દીધો હતો. પોલીસે પહેલા લાઠીચાર્જ અને અશ્રુગેસના સેલ છોડીને યુવાનોને ભગાડવાનો પ્રયાસ કર્યો હતો.
મઉઃ નાગરિક્તા સંશોધન કાયદો(Citizenship Amendment Act) અને દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર પોલીસના અત્યાચારના વિરોધમાં થઈ રહેલાં તોફાનોની આગ(Riots) સોમવારે ઉત્તર પ્રદેશના મઉ(Mau) શહેર સુધી પહોંચી ગઈ છે. શહેરમાં હજારોની સંખ્યામાં યુવાનો સડક પર ઉતરી આવ્યા હતા. મિર્જાહાદીપુરા ચોકમાં(Mirjahidpura Chowk) ચક્કાજામ કરીને વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શન(Protest) કર્યું હતું. પોલીસ જ્યારે તેમને રોકવા ગઈ ત્યારે વિવાદ વધી ગયો અને અનેક વાહનોમાં તોડફોડ કરવામાં આવી. દક્ષિણ ટોલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ ભીડે હુમલો કરી દીધો હતો.
મિર્જાહાદીપુરા ચોક (Mirjahidpura Chowk) પર મીડિયા કર્મચારીઓના(Media) બાઈક સહિત અન્ય લોકોનાં 8 વાહનોને આગ લગાડવામાં આવી હતી. પોલીસ દ્વારા બળપ્રયોગ કરવામાં આવતા યુવકોએ પથ્થરમારો શરૂ કરી દીધો હતો. પોલીસે પહેલા લાઠીચાર્જ અને અશ્રુગેસના સેલ છોડીને યુવાનોને ભગાડવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ પર પથ્થરમારો થતાં પોલીસને હવામાં ગોળીબાર કરવાની ફરજ પડી હતી. સાથે જ પોલીસે કર્ફ્યુ લાગુ કરવાની ચેતવણી આપીને લોકોને તેમના ઘરમાં જતા રહેવા સુચના આપી હતી.
ગૃહમંત્રી અમિત શાહની અપીલઃ પહેલા નાગરિક્તા કાયદાનો અભ્યાસ કરો, સત્ય સમજાશે
નાગરિક્તા સંશોધન કાયદાના વિરોધમાં બપોરે બે કલાકે સતર ચોકથી શહેરના મદ્રસાના વિદ્યાર્થીઓ, યુવાનો અને અન્ય લોકોએ વિરોધ પ્રદર્શન કરતા રેલી કાઢી હતી. આ રેલી જ્યારે મિર્જાહાદીપુરા ચોકમાં પહોંચી તો અહીં રેલીમાં સામેલ લોકોએ ચક્કાજામ કરી દીધો હતો અને સૂત્રોચ્ચાર કરવા લાગ્યા હતા. પોલીસ અને તંત્રની સમજાવટ પછી ચક્કાજામ દૂર કર્યો પરંતુ થોડા સમય બાદ ફરી ટોળું ભેગું થઈ ગયું અને ચક્કાજામ કરી દીધો હતો.
નાગરિક્તા સંશોધન કાયદો-2019: સુપ્રીમ તમામ અરજીઓ પર 18 ડિસેમ્બરના રોજ કરશે સુનાવણી
ભાગતા સમયે ટોળાએ 8 મીડિયાકર્મચારીના બાઈક સહિત અક ડઝનથી વધુ વાહનોને આગ લગાવી દીધી હતી. લગભગ બે કલાક સુધી શહેરમાં તોફાનનું વાતાવરણ રહ્યું હતું. પરિસ્થિતિ નિયંત્રણમાં આવ્યા પછી પોલીસે માર્ચ કાઢી અને જિલ્લા કલેક્ટરે શહેરમાં ધારા-144 લગાવી દીધી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube