નાગરિક્તા સંશોધન બિલઃ આસામમાં વિરોધ ચરમસિમાએ, ત્રણનાં મોત, અનેક શહેરોમાં કરફ્યુ
આસામના(Assam) ગુવાહાટી, દિબ્રુગઢ, બારપેટા, નલબારી, જોરહાટ, ગોલહાટ, સોનિતપુર, તેઝપુર અને બિશ્વનાથ જિલ્લાઓમાં અચોક્કસ મુદ્દત માટે કરફ્યુ(Curfew) લાદવામાં આવ્યો છે. સરકારે આજે આસામના 10 જિલ્લામાં ઈન્ટરનેટ(Internat) સેવાઓ બંધ રાખવાના નિર્ણયને આગામી 48 કલાક માટે લંબાવી દીધો છે.
નવી દિલ્હીઃ સંસદમાં નાગરિક્તા સંશોધન બિલ-2019(Citizenship Amendment Bill) પસાર થવાના વિરોધમાં ઉત્તર-પૂર્વના(North-East) રાજ્યોમાં ભારે વિરોધ થઈ રહ્યો છે. આ દરમિયાન ગુવાહાટીમાં(Guwahati) નાગરિક્તા બિલનો વિરોધ કરી રહેલા પ્રદર્શનકર્તાઓ(Protesters) પર પોલીસે કરેલા ગોળીબારમાં(Police Fiering) ઓછામાં ઓછા 3નાં મોત થયા છે. ગુરુવારે શહેરમાં લગાવાયેલા કરફ્યુનો વિરોધ કરવા માટે હજારો લોકો સડકો પર આવી ગયા હતા.
આસામના(Assam) ગુવાહાટી, દિબ્રુગઢ, બારપેટા, નલબારી, જોરહાટ, ગોલહાટ, સોનિતપુર, તેઝપુર અને બિશ્વનાથ જિલ્લાઓમાં અચોક્કસ મુદ્દત માટે કરફ્યુ(Curfew) લાદવામાં આવ્યો છે. સરકારે આજે આસામના 10 જિલ્લામાં ઈન્ટરનેટ(Internat) સેવાઓ બંધ રાખવાના નિર્ણયને આગામી 48 કલાક માટે લંબાવી દીધો છે. ચાર વિસ્તારોમાં સેનાના જવાનોને તૈનાત કરાયા છે. બુધવારે હિંસક પ્રદર્શન બાદ ગુરુવારે પણ ગુવાહાટીમાં લોકોએ કરફ્યુનું ઉલ્લંઘન કર્યું હતું. પોલીસે કરફ્યુનું ઉલ્લંઘન કરી રહેલા લોકો પર ગોળીબાર કર્યાના સમાચાર છે.
નાગરિક્તા સંશોધન બિલ સામે આસામ ઉપરાંત ત્રિપુરા અને મેઘાલયમાં પણ ભારે વિરોધ થઈ રહ્યો છે. જેના કારણે રેલવેએ આસામ અને ત્રિપુરા આવતી-જતી તમામ ટ્રેનને રદ્દ કરી દીધી છે. લાંબા અંતરની ટ્રેનોને ગુવાહાટીમાં જ રોકી રાખવા આદેશ અપાયા છે. આ સાથે જ એરલાઈન્સ દ્વારા વિવિધ ફ્લાઈટ્સ પણ રદ્દ કરાઈ છે.
2019માં મોદી-શાહની જોડીના 5 ઐતિહાસિક નિર્ણય, જેણે દેશનો 'ઈતિહાસ' અને 'ભૂગોળ' બદલી નાખ્યા
સેનાની ફ્લેગમાર્ચ
આસામમાં નાગરિક્તા સંશોધન બિલના વિરોધમાં પ્રદર્શન કરી રહેલા લોકોએ ગુરુવારે સવારે કરફ્યુનું ઉલ્લંઘન કર્યું હતું. સેનાએ ગુવાહાટીના ચાર વિસ્તારોમાં ફ્લેગમાર્ચ કરી હતી.
IPFTના પ્રતિનિધિ મંડળે ગૃહમંત્રી અમિત શાહ સાથે કરી મુલાકાત, ત્રિપુરામાં CAB વિરુદ્ધ આંદોલન ખતમ
પીએમ મોદીએ કરી ટ્વીટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે, હું આસામના મારા ભાઈઓ અને બહેનોને કહેવા માંગુ છું કે બિલ અંગે ચિંતા કરવા જેવું કંઈ નથી, તમારા હક છીનવાશે નહીં. હું તમને આશ્વાસન આપું છું કે, કોઈ તમારા અધિકારો, ઓળખ અને સંસ્કૃતિ છીનવી નહીં શકે. કેન્દ્ર સરકાર બંધારણની સુરક્ષા, ભાષા, સંસ્કૃતિ અને આસામની સંસ્કૃતિ અંગે પ્રતિબદ્ધ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube