નવી દિલ્હી: રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે દરરોજ નવા નવા વળાંક આવી રહ્યા છે. આ બધા વચ્ચે ભારત સરકારે મોટો નિર્ણય લીધો છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે યુક્રેનમાં ફસાયેલા લોકોને સરળતાથી બહાર કાઢવા માટે ઉડાણો પરથી પ્રતિબંધ હટાવી લીધો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉડાણો અને બેઠકોની સખ્યા પરથી પ્રતિબંધ હટ્યો
યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓ અને વ્યવસાયિકોને બહાર કાઢવા માટે નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ભારત અને યુક્રેન વચ્ચેની ઉડાણો અને સીટોની સંખ્યા પર લાગેલા પ્રતિબંધને હટાવી લીધો છે. મંત્રાલયના એક અધિકારીએ જાણકારી આપતા કહ્યું કે ભારતીય એરલાઈન્સને ઉડાણોની સંખ્યા વધારવાનું કહેવાયું છે. 


ભારતીયોને યુક્રેન છોડવા માટે સૂચન
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે ભારતે યુક્રેનમાં પોતાના નાગરિકને દેશ છોડવા માટે કહ્યું છે. પરંતુ 20 ફેબ્રુઆરી પહેલા ત્યાંથી નીકળવા માટે કોઈ ઉડાણ ઉપલબ્ધ નથી. ત્યારબાદ ભારત સરકારે આ મોટો નિર્ણય લીધો છે. 


સરકારના આ નિર્ણયથી થશે ફાયદો
ઉડાણો અને સીટોની સંખ્યા પરથી પ્રતિબંધ હટાવવાના ભારત સરકારના નિર્ણય બાદ ગમે તેટલી ફ્લાઈટ્સ અને ચાર્ટર ફ્લાઈટ સંચાલિત થઈ શકે છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે કહ્યું કે એમઓસીએ વિદેશ મંત્રાલય સાથે સમન્વય સ્થાપિત કરી રહ્યું છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube