નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટના ચાર વરિષ્ઠ જજો દ્વારા સર્વોચ્ચ અદાલતની પ્રવૃતિ પર ઉઠાવેલા સવાલો પર સાત મહિના બાદ મૌન તોડતા મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રાએ કહ્યું કે, કોઇ પણ સંસ્થાની આલોચના કરવી કે નષ્ટ કરવાનો પ્રયત્ન કરવો આસાન છે. પરંતુ સંસ્થાને પોતાની વ્યક્તિગત આકાંક્ષાઓને દૂર રાખીને આગળ વધવુ મુશ્કેલ કામ છે. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુપ્રીમ કોર્ટમાં સ્વતંત્રતા દિવસ સમારોહના કાર્યક્રમમાં બોલતા CJI દીપક મિશ્રાએ કહ્યું કે કોઈપણ સંસ્થાને આગળ વધારવા માટે સકારાત્મક વિચારધારાની સાથે રચનાત્મક પગલા ભરવાની જરૂરીયાત હોય છે. તર્કશક્તિ, પરિપક્વતા, જવાબદારી અને ધૈર્યની સાથે જરૂરી સુધાર કરવાની જરૂર હોય છે ત્યારે કોઇ સંસ્થા નવી ઉંચાઈઓ પર પહોંચે છે. 



ઉલ્લેખનીય છે કે 12 જાન્યુઆરી 2018ના દેશમાં પ્રથમવાર ન્યાયપાલિકામાં અસાધારણ સ્થિતિ જોવા મળી. જ્યારે સુપ્રીમ કોર્ટના ચાર તત્કાલિન જજ - જસ્ટિસ ચેલમેશ્વર, જસ્ટિસ રંજન ગોગોઇ, જસ્ટિસ મદન લોકુર અને જસ્ટિસ કુરિયન જોસેફે મીડિયામાં સંબોધન કર્યું હતું. ચીફ જસ્ટિસ બાદ બીજા સૌથી સીનિયર જજ જસ્ટિસ ચેલમેશ્વરે પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે, ક્યારેક-ક્યારેક થાય છે કે જ્યારે દેશમાં સુપ્રીમ કોર્ટની વ્યવસ્થા પણ બદલે છે. 


જસ્ટિસ ચેલમેશ્વરે કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટનું પ્રશાસન યોગ્ય રીતે કામ કરતું નથી, જો આમ ચાલતું રહેશે તો લોકતાંત્રિત પરિસ્થિતિ યોગ્ય રહેશે નહીં. તેમણે કહ્યું હતું કે અમે આ મુદ્દા પર ચીફ જસ્ટિસને વાત કરી પરંતુ તેમણે અમારી વાત ન સાંભળી. 


આ સાથે પત્રકાર પરિષદમાં ચીફ જસ્ટિસને લખેલા લેટરને પર જાહેર કરવામાં આવ્યો, જેમાં આરોપ લગાવવામાં આવ્યો કે હાલની ન્યાયાલય વ્યવસ્થામાં કેસને તેની યોગ્યતા અનુસાર ડીલ ન કરવામાં આવી. જસ્ટિસ ચેલમેશ્વર સહિત 4 જજોને લેટર લખ્યો હતો કે તે જરૂરી સિદ્ધાંત છે કે રોસ્ટરમાં કેસને તેના મેરિટ પ્રમાણે તેને યોગ્ય બેન્ચને સોંપવામાં આવે.