જ્યારે CJI દીપક મિશ્રાની સામે એક વકીલ ‘तुम जियो हजारों साल...’ ગાવા લાગ્યો
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ દીપક મિશ્રાએ સોમવારે અંતિમ વખત કોર્ટમાં સુનવણી કરી હતી. તેમની સાથે ન્યાયમૂર્તિ રંજન ગોગોઇ પણ હતા. રંજન ગોગોઇ ન્યાયમૂર્તિ મિશ્રા બાદ આ પદને સંભાળશે. જ્યારે એક વકીલે એક ગીત દ્વારા તેમના લાંબા જીવન કાળની કામના કરી તો મુખ્ય ન્યાયાધીશ (CJI)એ તેમને વચ્ચે અટકાવતા કહ્યું કે, હાલ તેઓ હૃદયથી બોલી રહ્યા છે જો કે સાંજ સુધીમાં તેઓ મગજથી જવાબ આપશે. જસ્ટિસ મિશ્રા 2 ઓક્ટોબરે રિટાયર થઇ રહ્યા છે.
નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ દીપક મિશ્રાએ સોમવારે અંતિમ વખત કોર્ટમાં સુનવણી કરી હતી. તેમની સાથે ન્યાયમૂર્તિ રંજન ગોગોઇ પણ હતા. રંજન ગોગોઇ ન્યાયમૂર્તિ મિશ્રા બાદ આ પદને સંભાળશે. જ્યારે એક વકીલે એક ગીત દ્વારા તેમના લાંબા જીવન કાળની કામના કરી તો મુખ્ય ન્યાયાધીશ (CJI)એ તેમને વચ્ચે અટકાવતા કહ્યું કે, હાલ તેઓ હૃદયથી બોલી રહ્યા છે જો કે સાંજ સુધીમાં તેઓ મગજથી જવાબ આપશે. જસ્ટિસ મિશ્રા 2 ઓક્ટોબરે રિટાયર થઇ રહ્યા છે.
ગત્ત દિવસોમાં આધાર, સમલૈંગિકતા, લગ્નેતર અને સબરીમાલા જેવા વિષયો પર મહત્વપુર્ણ ચુકાદાઓ આપનારી પીઠની અધ્યક્ષતા કરનારા સીજેઆઇ મિશ્રા માત્ર 25 મિનિટ સુધી ચાલેલી કોર્ટની કાર્યવાહી દરમિયાન ભાવુક જોવા મલ્યા હતા. કાર્યવાહીના અંતમાં જ્યારે એક વકીલે ‘तुम जियो हजारों साल...’ ગીત ગાવાનું ચાલુ કર્યું તો ન્યાયમૂર્તિ મિશ્રાએ તેને પોતાની અનોખી શૈલીમાં અટકાવ્યા હતા. તેમણે કહ્યું કે, હાલમાં હું મારા હૃદયથી બોલી રહ્યો છું... મારા મગજથી હું સાંજના સમયે બોલીશ.