દુશ્મનીમાં ફેરવાઈ રહ્યો છે રાજકીય વિરોધ? દેશની હાલની રાજનીતિ પર CJI રમનાનું મોટું નિવેદન
CJI NV Ramana: ન્યાયમૂર્તિ રમનાએ કહ્યું કે, દુ:ખની વાત છે કે દેશમાં કાયદાકીય કામગીરીની ગુણવત્તામાં ઘટાડો જોઈ રહ્યો છું. કાયદાને વ્યાપક વિચાર-વિમર્શ અને તપાસ વગર પારિત કરવામાં આવી રહ્યા છે.
CJI NV Ramana: ભારતના ચીફ જસ્ટિસ ન્યાયમૂર્તિ એનવી રમનાએ શનિવારે કહ્યું કે રાજકીય વિરોધને શત્રુતામાં ફેરવવા સ્વસ્થ લોકતંત્રના સંકેત નથી. તેમણે કહ્યું કે, ક્યારેક સરકાર અને વિપક્ષ વચ્ચે પરસ્પર સન્માન હતું તે હવે ઓછું થઈ રહ્યું છે. ન્યાયમૂર્તિ રમના રાષ્ટ્રમંડળ સંસદીય સંઘની રાજસ્થાન શાખાના નેજા હેઠળ સંસદીય લોકતંત્રના 75 વર્ષ પર સેમિનારને સંબોધિત કરી રહ્યા હતા.
રાજકીય વિરોધ નફરતમાં ન બદલવો જોઈએ
ન્યાયમૂર્તિ રમનાએ કહ્યું, રાજકીય વિરોધ નફરતમાં ન બદલાવો જોઇએ. જેમ કે આપણે હાલના દિવસોમાં દુ:ખદ રીત જોઈ રહ્યા છીએ. આ સ્વસ્થ લોકતંત્રના સંકેત નથી. તેમણે કહ્યું- સરકાર અને વિપક્ષ વચ્ચે પરસ્પર આદર-ભાવ હતો. દુર્ભાગ્યથી વિપક્ષ માટે જગ્યા ઓછી ઘટી રહી છે.
'બાબા વેંગા'ની બે ભવિષ્યવાણી સાચી સાબિત થઈ! 2022 માટે કર્યું હતું આ પ્રિડિક્શન
કાયદા પર શું બોલ્યા રમના
તેમણે કાયદાકીય કામગીરીની ગુણવતામાં ઘટાડા પર પણ ચિંતા વ્યક્ત કરી. ન્યાયમૂર્તિ રમનાએ કહ્યું, દુ:ખની વાત છે કે દેશ કાયદાકીય કામગીરીની ગુણવત્તામાં ઘટાડો જોઈ રહ્યો છે. તેમણે કહ્યું કે, કાયદાને વ્યાપક વિચાર-વિમર્શ અને તપાસ વગર પારિત કરવામાં આવી રહ્યા છે.
કોણ છે જગદીપ ધનખડ, જેમને NDA એ બનાવ્યા ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર
વિરોધનો વ્યાપ ઘટતો જાય છે
તેમણે વધુમાં કહ્યું કે મેં અનેક પ્રસંગોએ સંસદીય ચર્ચાઓ અને સંસદીય સમિતિઓના મહત્વ પર પ્રકાશ પાડ્યો છે. ખરેખરમાં હું કાયદાકીય ચર્ચાઓ માટે પ્રતીક્ષા કરતો હતો. તે સમયે ખાસ વાત એ હતી કે વિપક્ષના નેતા મુખ્ય ભૂમિકા ભજવતા હતા. સરકાર અને વિપક્ષ વચ્ચે પરસ્પર આદર ઘણો હતો. દુર્ભાગ્યથી વિરોધનો વ્યાપ ઘટતો જાય છે. સીજીઆઇનું આ નિવદેન તે સમયે સામે આવ્યું જ્યારે દેશમાં મોહમ્મદ ઝુબેર અને ગુજરાતના નેતા જિગ્નેશ મેવાણીની ધરપકડને લઇને ઘણો વિવાદ થયો છે.
(એજન્સી ઇનપુટ)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube