ભવિષ્ય માટે એનઆરસી ખુબ જરૂરીઃ ચીફ જસ્ટિસ રંજજ ગોગોઈ
દેશના મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈએ કહ્યું કે, આપણે એનઆરસીના દસ્તાવેજના માધ્યમથી ભવિષ્યમાં થયેલા દાવા પર નિર્ણય લઈ શકીએ છીએ.
નવી દિલ્હીઃ દેશના મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈએ (CJI Ranjan Gogoi) આસામ એનઆરસી (Assam NRC)નો બચાવ કરતા કહ્યું કે,
ગેરકાયદેસર પ્રવાસિયો કે ઘુષણખોરોની સંખ્યાની જાણકારી મેળવવી ખુબ જરૂરી હતી. આસામ એનઆરસીએ પણ આજ કર્યું છે. એનઆરસી હાલના સમયનો દસ્તાવેજ નથી પરંતુ ભવિષ્ય પર આધારિત દસ્તાવેજ છે. તેમણે કહ્યું કે, આ દસ્તાવેજના માધ્યમથી ભવિષ્યમાં થનારા દાવ પર નિર્ણય લઈ શકાય છે. મુખ્ય ન્યાયાધીશ, મૃણાલ તાલુકદારના પુસ્તક 'પોસ્ટ કોલોનિયમ આસામ'ના વિમોચન પર બોલી રહ્યાં હતા.
ન્યાયમૂર્તિ ગોગોઈએ કહ્યું, '19 લાખ કે ચાલીસ લાખ કોઈ મુદ્દો નથી પરંતુ આ ભવિષ્ય માટે આધાર દસ્તાવેજ છે. ભવિષ્યના દાવાને નિર્ધારિત કરવા માટે આ દસ્તાવેજનો ઉલ્લેખ કરી શકો છો. મારા અભિપ્રાયમાં એનઆરસીનું વાસ્તવિક મહત્વ આપસી શાંતિપૂર્ણ સહ-અસ્તિત્વમાં છે.'
તેમણે એનઆરસીના મુદ્દા પર સોશિયલ મીડિયા પર કેટલાક લોકો તરફથી ફેલાવવામાં આવી રહેલી ખોટી વાત પર પણ પોતાનો મત રાખ્યો હતો. ન્યાયમૂર્તિએ કહ્યું કે, એનઆરસી પર રાષ્ટ્રીય સંવાદ દરમિયાન ટિપ્પણીકારોએ એક વિકૃત તસવીર રજૂ કરી છે. તેમણે એનઆરસી પર આક્ષેપ કરવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરનારની નિંદા કરી છે.
તેમણે કહ્યું, 'સોશિયલ મીડિયા અને તેના ટૂલના ઉપયોગથી ટિપ્પણીકારો દ્વારા આ મુદ્દા પર બેવડી વાત કરવા માટે કહેવામાં આવ્યું છે. તેમણે એક લોકતાંત્રિક સંસ્થા પર દુર્ભાવનાથી પ્રેરિત થઈને આક્ષેપ લગાવવાનું શરૂ કર્યું છે.'