નવી દિલ્હી : અલ્હાબાદ હાઇકોર્ટે જસ્ટિસ એસ. એન શુક્લાને એક આંતરિક તપાસ સમિતી દ્વારા કદાચારનાં દોષીત સાબિત થયા બાદ મુખ્ય ન્યાયાધીશ (સીજેઆઇ) રંજન ગોગોઇએ વડાપ્રધાનને પત્ર લખીને તેમને હટાવવાની કાર્યવાહી ચાલુ કરવાની અપીલ કરી છે. ત્રણ સભ્યોની આંતરિક સમિતીએ જાન્યુઆરી 2018માં તપાસમાં સામે આવ્યું હતું કે જસ્ટિસ શુક્લાની વિરુદ્ધ ફરિયાદમાં પુરતા તથ્યો છે અને તે ગંભીર છે, તે તેમને હટાવવાની કાર્યવાહી ચાલુ કરવા માટે પુરતા છે. સમિતીએ મદ્રાસ હાઇકોર્ટનાં ચીફ જસ્ટિસ ઇંદિરા બેનર્જી, સિક્કિમ હાઇકોર્ટનાં ચીફ જસ્ટિસ એસ.કે અગ્નિહોત્રી અને મધ્યપ્રદેશ હાઇકોર્ટનાં જસ્ટિસ પી.કે જયસ્વાલનો સમાવેશ થાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લોકસભા ચૂંટણીમાં પરાજય બાદ માયાવતીના અખિલેશ પર ચોંકાવનારા આરોપો !
સમિતિનાં રિપોર્ટ બાદ તત્કાલીન મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રાએ પ્રક્રિયા અનુસાર જસ્ટિસ શુક્લાને સલાહ આપી હતી કે કાં તો તેઓ રાજીનામું આપે, આ સ્વૈચ્છિક સેવા નિવૃતી લઇ લે. બીજી તરફ તેમણે એવું કરવાનું મનાઇ કરવા અંગે તત્કાલીન સીજેઆઇએ અલ્હાબાદ હાઇકોર્ટનાં ચીફ જસ્ટિસે કહ્યું હતું કે, તત્લા પ્રભાવથી તેમને ન્યાયીક કાર્યથી હટાવવામાં આવે ત્યાર બાદ તેઓ કથિત રીતે લાંબી રજા પર જતા રહ્યા હતા. 


પુલવામા હુમલા બાદ ભારતીય નૌસેનાનું એવું પગલું, પાકિસ્તાન પણ થથરી ગયું હતું
આ સ્માર્ટફોન યુઝ કરે છે PM મોદી અને અમિત શાહ, તમારી પાસે કયો છે ?
જસ્ટિસ શુક્લા 23 માર્ચે સીજેઆઇ ગોગોઇને પત્ર લખીને હાઇકોર્ટમાં તેમને ન્યાયીક કાર્ય કરવા માટેની અપીલ કરી. આ પત્રને અલ્હાબાદ હાઇકોર્ટનાં ચીફ જસ્ટિસે સીજેઆઇ ગોગોઇને અગ્રસારિત કર્યા હતા. સીજેઆઇ ગોગોઇએ વડાપ્રધાનને લખેલા પત્રમાં કહ્યું કે, જસ્ટિસ શુક્લાની વિરુદ્ધ આંતરિક તપાસ સમિતીએ ગંભીર આરોપો અને પુરાવા મળ્યા છે. જે તેમને હટાવવા માટે પુરતા છે. તેમને કોઇ પણ હાઇકોર્ટમાં ન્યાયીક કાર્ય કરવા માટેની છુટ આપી શકાય નહી. આ પરિસ્થિતીમાં તમને અપીલ છે કે આગળની કાર્યવાહી અંગે વિચાર કરે. ઉલ્લેખનીય છે કે, સીજેઆઇ જ્યારે કોઇ હાઇકોર્ટનાં જસ્ટિસને હટાવવા માટે રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનને લખે છે, ત્યારે રાજ્યસભાનાં સભાપતિ સીજેઆઇ સાથે વિચાર-વિમર્શ કરી ત્રણ સભ્યોની એક તપાસ સમિતિ નિયુક્ત કરે છે.