બળાત્કારના કેસોના નિકાલ અંગે સુપ્રીમ કોર્ટ બની ગંભીરઃ બે ન્યાયાધિશની સમિતિની રચના
બાળકોના જાતિય શોષણના(Child abuse) કેસોની સુનાવણી માટે વિશેષ પોક્સો કોર્ટની(Pocso Court) રચના અને પબ્લિક પ્રોસિક્યુટરની(Public Prosicuter) નિમણુક અંગે પોતાના જુના આદેશ પર અમલીકરણ ન થવા અંગે સુપ્રીમ કોર્ટે (Supreme Court) રાજ્યોને પણ ઠપકો આપ્યો છે.
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટના(Supreme Court) મુખ્ય ન્યાયાધિશ જસ્ટિસ એસ.એ. બોબડેએ(Justice S.A. Bobde) વહીવટી સ્તરે નિર્ણય લેતા દેશના બળાત્કારના દરેક કેસ(Rape Case) પર નજર રાખવા માટે અને તેના પર વહેલી સુનાવણી-ચુકાદા માટે બે ન્યાયાધિશની એક સમિતિની(Committee) રચના કરી છે. જસ્ટિસ આર. સુભાષ રેડ્ડી અને એમ.આર. શાહ દરેક ટ્રાયલ કોર્ટ અને હાઈકોર્ટમાં દાખલ થયેલા બળાત્કારના કેસમાં ઝડપથી સુનાવણી હાથ ધરાય તે અંગેનાં પગલાં લેશે.
બાળકોના જાતિય શોષણના(Child abuse) કેસોની સુનાવણી માટે વિશેષ પોક્સો કોર્ટની(Pocso Court) રચના અને પબ્લિક પ્રોસિક્યુટરની(Public Prosicuter) નિમણુક અંગે પોતાના જુના આદેશ પર અમલીકરણ ન થવા અંગે સુપ્રીમ કોર્ટે (Supreme Court) રાજ્યોને પણ ઠપકો આપ્યો છે.
નાગરિક્તા સંશોધન કાયદો-2019: સુપ્રીમ તમામ અરજીઓ પર 18 ડિસેમ્બરના રોજ કરશે સુનાવણી
ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે એ જિલ્લાઓમાં સ્પેશિયલ પોક્સો કોર્ટની રચનાનો આદેશ આપ્યો હતો, જ્યાં સગીર વયના બાળકો સામે 100 કરતાં વધુ કેસ દાખલ થયેલા છે.
નાગરિકતા સંશોધન બિલ પર PM મોદીનું ટ્વિટ, 'નાગરિકતા બિલ પર હિંસા દુર્ભાગ્યપૂર્ણ'
કોર્ટે હવે દેશના તમામ રાજ્યોને આગામી ફેબ્રુઆરી મહિના સુધી પોક્સો કોર્ટની રચનાની સમયમર્યાદા નક્કી કરી છે. સાથે જ એવું પણ જણાવ્યું છે કે, જે જિલ્લાઓમાં બાળકોના જાતિય શોષણના 300થી વધુ કેસ પડતર છે, ત્યાં 2 પોક્સ કોર્ટની રચના કરવામાં આવે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube