ઇન્દોર: CM કમલનાથ પહોંચે તે પહેલાં પરસ્પર ઝઘડ્યા કોંગ્રેસના કાર્યકર્તા, જોરદાર થપ્પડબાજી
ગણતંત્ર દિવસના અવસર પર મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી કમલનાથ ઇન્દોરના કોંગ્રેસ કાર્યાલય પહોંચ્યા. તે બધાની વચ્ચે ઇન્દોરના કોંગ્રેસ કાર્યાલય ગાંધી ભવનમાં બે કાર્યકર્તા વચ્ચે મારઝૂડ થઇ. તો બીજી તરફ મારઝૂડની ઘટનાથી કાર્યાલયમાં અફરા-તફરીનો માહોલ બની ગયો. ત્યાં હાજર પોલીસની નજર હાથાપાઇ કરી રહેલા કાર્યકર્તા પર પડી, તેમણે બચાવ કર્યો.
ઇન્દોર: ગણતંત્ર દિવસના અવસર પર મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી કમલનાથ ઇન્દોરના કોંગ્રેસ કાર્યાલય પહોંચ્યા. તે બધાની વચ્ચે ઇન્દોરના કોંગ્રેસ કાર્યાલય ગાંધી ભવનમાં બે કાર્યકર્તા વચ્ચે મારઝૂડ થઇ. તો બીજી તરફ મારઝૂડની ઘટનાથી કાર્યાલયમાં અફરા-તફરીનો માહોલ બની ગયો. ત્યાં હાજર પોલીસની નજર હાથાપાઇ કરી રહેલા કાર્યકર્તા પર પડી, તેમણે બચાવ કર્યો. કહેવામાં આવી રહ્યું છે કે બંને કાર્યકર્તાઓ વચ્ચે મંચ પર ચઢવાને લઇને વિવાદ થયો છે.
જોકે ઇન્દોરના કોંગ્રેસ કાર્યાલય ગાંધી ભવનમાં સીએમ કમલનાથને ધ્વજ વંદન માટે પહોંચવાનું હતું. આ દરમિયાન મંચ પર ચઢવાને લઇને બે કોંગ્રેસ કાર્યકર્તા વચ્ચે જોરદાર હાથાપાઇ થઇ ગઇ. આ ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે. જેમાં બંને કાર્યકર્તા એકબીજાને થપ્પડ મારતા જોવા મળી રહ્યા છે. જોકે સીએમની સુરક્ષામાં લાગેલા પોલીસકર્મીઓની નજર પડતાં આ કાર્યકર્તાઓને અલગકર્યા. ત્યારબાદ પોલીસે કોંગ્રેસ નેતાઓને કાર્યક્રમ સ્થળથી બહાર કરી દીધા.
કહેવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસ નેતા દેવેન્દ્ર યાદવ અને ચંદૂ કુંજીર સીએમ કમલનાથના કાર્યક્રમમાં મંચ પર ચઢવાને લઇને પરસ્પર ઝઘડી પડ્યા હતા. બંનેએ એકબીજા પર થપ્પડબાજી કરી. તો બીજી તરફ કમલનાથના કાર્યક્રમમાં પહોંચતાં કેટલાક કોંગ્રેસ નેતાઓ વચ્ચે ધક્કા-મુક્કીની વાત પણ સામે આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube