નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરના પુલવામા જિલ્લાના કાકાપોરા વિસ્તારમાં આવેલા એક ઘરમાં કેટલાક આતંકીઓ છૂપાયેલા હોવાની બાતમી મળ્યા બાદ સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો હતો. આતંકીઓએ સુરક્ષાદળો પર ફાયરિંગ કર્યું ત્યારબાદ જવાબી કાર્યવાહીમાં સુરક્ષાદળોએ પણ આતંકીઓ પર ફાયરિંગ કર્યું. આ અથડામણમાં 3 આતંકીઓનો ખાતમો થયો છે. એવું કહેવાય છે કે એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા આતંકીઓમાં લશ્કર એ તૈયબાનો એ આતંકી પણ સામેલ છે જેણે શ્રીનગરમાં બુરખો પહેરીને ભાજપના નેતાના ઘર પર હુમલો કર્યો હતો. આ હુમલામાં એક  પોલીસકર્મીનું મોત થયું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આતંકીઓ પાસેથી ભારે સંખ્યામાં હથિયાર અને ગોળા બારૂદ મળી આવ્યા છે. સુરક્ષાદળોએ આતંકીઓના ઠેકાણા પણ ધ્વસ્ત કર્યા છે. પુલવામામાં આતંકીઓ છૂપાયા હોવાની ખબર મળ્યા બાદ પુલવામા અને શોપિયામાં ઈન્ટરનેટ સેવા  બંધ કરાઈ. હવે જોકે હાલ અથડામણ પૂરી થઈ ગઈ છે. હાલાત સામાન્ય થતા વિસ્તારમાં જલદી ઈન્ટરનેટ સેવા બહાલ કરાશે. 


ગુજરાત હાઈવે પર બેસ બનાવવાની મળી હતી જાણકારી
આતંકીઓ કેટલાય દિવસથી ભારતમાં ઘૂસણખોરી કરવાના પ્રયત્નો કરી રહ્યા હતા. તેઓ કાશ્મીરના અનંતનાગ, કુલગામ અને પુલવામાં જિલ્લા સાથે જોડાયેલા ગુજરાત હાઈવે પર પોતાનો બેસ બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. જ્યાં રહીને તેઓ કેટલાક અન્ય લોકોને પણ પોતાના સંગઠન સાથે જોડવા માંગતા હતા. આતંકીઓ આ માર્ગ પર મુસાફરી કરનારા મુસાફરોને પણ નિશાન બનાવવાની ફિરાકમાં હતા. 


Corona Vaccine: કોરોના રસી અંગે આવ્યા ખુબ સારા સમાચાર, બુસ્ટર ડોઝની ટ્રાયલને મંજૂરી, જાણો શું થશે ફાયદા


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube