નવી દિલ્હીઃ એક તરફ બકરી ઈદની દેશભરમાં ઉજવણી કરાઈ રહી છે ત્યારે બીજી તરફ જમ્મુ કાશ્મીરમાં યુવાનો સેનાના જવાનો પર પથ્થરમારો કરી રહ્યા છે. જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં પ્રદર્શનકારીઓએ ભારતીય સેનાના જવાનો પર પથ્થરમારો કર્યો છે. પાક. અને ISISના ઝંડા લઈને રસ્તા પર ઉતરેલા યુવાનોએ સેનાના વાહનોને પણ નિશાન બનાવ્યા હતા. ટોળાએ મુસા આર્મીના ઝંડા પણ ફરકાવ્યા હતા. મોટીસંખ્યામાં યુવાનોએ સેના પર પથ્થરમારો શરૂ કરી દેતા જવાનોએ પણ સામે કાર્યવાહી હાથ ધરી હતી. સેનાના જવાનોએ ટોળાને વિખેરવા હવામાં ફાયરિંગ અને આંસુ ગેસના ગોળાઓ ફેંક્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરક્ષા ઝવાનોએ કાર્યવાહી કરતા સ્થિતિને સંભાળી અને પથ્થરબાજીને રોકી હતી. જાણવા મળી રહ્યું છે કે આ પથ્થરબાજીમાં એક પત્રકારને પણ ઈજા પહોંચી છે. ઇસ્લામિક સ્કોલર રિઝવાન અહમદનું કહેવું છે કે પથ્થરબાજોનો કોઈ ધર્મ નથી, તેઓ માત્ર ધર્મના નામ પર ટોળાને ભડકાવે છે. જમ્મૂ-કાશ્મીરમાં ભાજપના અધ્યક્ષ રવિન્દ્ર રૈનાનું કહેવું છે કે પાકિસ્તાન કાશ્મીરને કબ્રસ્તાન બનાવવા ઈચ્છે છે. તેમણે કહ્યું કે, કાશ્મીરમાં ઉજવણીના દિવસ પણ પાકિસ્તાનને ન ગમ્યો અને આવી ગંદી હરકત કરવામાં આવી છે. 


મહત્વનું છે કે આવું પહેલીવાર બન્યું નથી કે જ્યારે આ રીતે પોલીસ અને પથ્થરબાજો વચ્ચે ઘર્ષણ થયું છે. અનંતનાગમાં આવી ઘટનાઓ બનતી રહી છે. આ પહેલા પણ અનંતનાગમાં સ્પોર્ટ્સ ફેસ્ટિવલ દરમિયાન યુવાનોએ પથ્થર ફેંક્યા હતા.