બાળકોની કોરોના વેક્સીનનો રસ્તો સાફ, DGCI એ આ રસીને આપી મંજૂરી
કોરોનાના વધતા પ્રકોપ અને ત્રીજી લહેર વચ્ચે, DCGI એ ભારત બાયોટેક (Bharat Biotech) ને 12 થી 18 વર્ષની વયના બાળકો માટે રસીના ઇમરજન્સીના ઉપયોગ માટે મંજૂરી આપી છે. તમને જણાવી દઈએ કે દેશમાં ઓમિક્રોન સતત પગ પેસારો કરી રહ્યો છે
નવી દિલ્હી: કોરોનાના વધતા પ્રકોપ અને ત્રીજી લહેર વચ્ચે, DCGI એ ભારત બાયોટેક (Bharat Biotech) ને 12 થી 18 વર્ષની વયના બાળકો માટે રસીના ઇમરજન્સીના ઉપયોગ માટે મંજૂરી આપી છે. તમને જણાવી દઈએ કે દેશમાં ઓમિક્રોન સતત પગ પેસારો કરી રહ્યો છે. અને એવામાં આને રાહતના સમાચાર માનવામાં આવી રહ્યા છે.
ઓક્ટોબરમાં કરી હતી ભલામણ
રિપોર્ટ અનુસાર, સબ્જેક્ટ એક્સપર્ટ કમિટી (SEC) એ ઓક્ટોબરમાં DGCIને બાળકો માટે Covaxinના ઇમરજન્સી ઉપયોગની ભલામણ કરી હતી. ભારતમાં અત્યાર સુધીમાં કોવેક્સિન (Covaxin) ના 15 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે.
બીજી એપ્રૂવ્ડ વેક્સીન
તમને જણાવી દઈએ કે Covaxin હવે ભારતમાં બાળકો માટે વપરાતી બીજી માન્ય રસી છે. ઑગસ્ટની શરૂઆતમાં, ઝાયડસ કેડિલા (Zydus Cadila) ના ત્રણ-ડોઝ ડીએનએ જૈબને 12 વર્ષથી વધુ ઉંમરના પુખ્તો અને બાળકો પર ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી હતી.
કંઇક આવી છે સરકારની તૈયારી
ઉલ્લેખનીય છે કે બાળકો માટે 2 કંપનીઓની રસી ટ્રાયલ કરવામાં આવી છે. પ્રથમ ઝાયડસ કેડિલાની ઝાયકોવ-ડી છે. તે 12 થી 18 વર્ષની વયજૂથના બાળકોને આપવામાં આવશે. બીજી સ્વદેશી કોવેક્સીન છે જેને ભારત બાયોટેક દ્વારા બનાવવામાં આવી છે. આ કંપની 3 થી 18 વર્ષના કિશોરો માટે રસી બનાવી રહી છે. પરંતુ ઝાયકોવ-ડી રસી પ્રથમ આવશે. જો કે બાળકોથી પહેલા પુખ્ત વયના લોકો પર પણ તેને લગાવવાની તૈયારી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube