ચમોલી : ઉતરાખંડના (Uttarakhand) ચમોલી જિલ્લામાં ગોવિંદઘાટ (Govindghat) વિસ્તારમાં ભારે અતિવૃષ્ટિ અને વાદળ ફાટવાની ઘટના સામે આવી છે. વાદળ ફાટવાનાં કારણે વરસાદી પાણી કાળ બનીને આ વિસ્તારમાં ફરી એકવાર ફરી વળ્યું છે. વાદળ ફાટવાને કારણે (Cloud Burst) અચાનક આવેલા પાણીમાં એકથી ડોધ ડઝન વાહનો કાટમાળમાં દટાઇ ગયા હતા. વાદળ ફાટવાથી ગોવિંદઘાટના મુખ્ય પાર્કિંગ સ્થળ (Parking Area) ને ભારે નુકસાન પહોંચ્યું છે. જો કે સૌથી મહત્વનું છે કે ડેક્કન કંપનીનું હેલિપેડ અને તેમાં ઉભેલા ચોપર પણ આ પુરની ઝપટે ચડતા ચડતા રહી ગયા. જો કે આ સમગ્ર ઘટનામાં કોઇ જાનહાની થઇ હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Zee Media સાથેની ચર્ચામાં કે. સિવને કહ્યું PMએ અમારો ઉત્સાહ વધાર્યો છે
એસડીઆરએફ (SDRF) અને તંત્રની ટીમ ઘટના પર રાહત અને બચાવ કાર્યો કરી રહી છે. મળતી માહિતી અનુસાર 100 મીટર હાઇવે પણ કાટમાળની ઝપટે ચડી ગયો છે. જિલ્લાધિકારી ચમોલી (Chamoli) સ્વાતિ ભદૌરિયા ઘટના અંગે માહિતી મેળવવા માટે ઘટના સ્થળે પહોંચી હતી. જ્યારે બદ્રીનાથ મોટર માર્ગ પીપલકોટી, પાગલ નાલા, ગોવિંદઘાટ, લાંમબગડમાં કાટમાળ આવવાના કારણે અવરુદ્ધ છે. તે ઉપરાંત થરાલીનાં ગુડંમ ગામમાં પણ વાદળ ફાટવાનાં કારણે ત્રણ મકાન તથા ત્રણ ઘોષલે ક્ષતિગ્રસ્ત થઇ ગયા અને અનેક ઘરોમાં કાટમાળ ઘુસી ગયો હતો. 


ચંદ્રયાન-2: આશંકા છે... વિક્રમ લેન્ડરે ચંદ્ર પર કર્યું ક્રેશ લેન્ડિંગ, આશા જીવંત
8 કરોડ ઉજ્વલના કનેક્શનનું લક્ષ્યાંક પુર્ણ: PMએ કહ્યું તમામ લક્ષ્યાંકો સમય પહેલા પુર્ણ કર્યા
અત્રે ઉલ્લેખનીય છે કે, આ વર્ષે મોનસુન સત્ર ઉતરાખંડ (Uttarakhand) ચમોલી (Chamoli) જિલ્લા માટે અનુભવી રહ્યા છે. ચમોલી જિલ્લાના અલગ- અલગ ક્ષેત્રોમાં વાદળ ફાટવાનાં કારણે અહીંના લોકોની કમર તુટી ચુકી છે. ભલે તંત્ર ઘટના સ્થળ પર ચુસ્ત દેખાઇ રહ્યું હોય પરંતુ તેમ છતા પણ આપદા પીડિતોને તેમના હાલ પર જ છોડી દે છે.