અમરનાથ ગુફા પાસે વાદળ ફાટ્યું, 13 શ્રદ્ધાળુઓના મોત, યાત્રા સ્થગિત, રેસ્ક્યૂ ઓપરેશન શરૂ
અમરનાથ ગુફા પાસે વાદળ ફાટવાના સમાચાર આવી રહ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર 13 શ્રદ્ધાળુઓના મોત થયા છે. બચાવ અભિયાન માટે ડીઆરએફ, એસડીઆરપી અને અન્ય સહયોગી એજન્સીઓને સક્રિય કરી દેવામાં આવી છે. ઘટના પર બચાવ કામ ચાલુ છે.
Amarnath Yatra 2022: અમરનાથ ગુફા પાસે વાદળ ફાટવાના સમાચાર આવી રહ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર 13 શ્રદ્ધાળુઓના મોત થયા છે. બચાવ અભિયાન માટે ડીઆરએફ, એસડીઆરપી અને અન્ય સહયોગી એજન્સીઓને સક્રિય કરી દેવામાં આવી છે. ઘટના પર બચાવ કામ ચાલુ છે. તીર્થયાત્રીઓના કેટલાક ટેન્ટમાં નુકસાનના સમાચાર છે. કહેવામાં આવી રહ્યું છે આજે સાંજે લગભગ 5:30 વાદળ ફાટ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અકસ્માત પર દુખ વ્યક્ત કરતાં મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ ટ્વીટ કરી જાણકારી આપી છે કે ઘટનાસ્થળે રાહતકાર્ય ચાલુ છે અને તેમણે ઉપરાજ્યપાલને ફોન કરી ઘટનાની જાણકારી લીધી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર વાદળ ફાટવાની ઘટના બાદ હાલ યાત્રા રોકી દેવામાં આવી છે અને અકસ્માતમાં મોટી સંખ્યામાં ટેન્ટને નુકસાન થયું છે. જોકે પ્રાથમિક જાણકારી અનુસાર ITBP ની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે અને અકસ્માતમાં ભારે નુકસાનની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. વાદળ ફાટવાથી આસપાસના વિસ્તાર પાણીમાં ડૂબી ગયા છે અને અકસ્માતમાં ઘાયલ લોકોને એરલિફ્ટ કરી સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા છે.