jammu-Kashmir: અમરનાથ ગુફા પાસે વાદળ ફાટ્યું, સિંધ નદીના જળસ્તરમાં વધારો, NDRF ટીમ ઘટનાસ્થળે
અધિકારીઓએ જણાવ્યું કે કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખમાં કારગિલના વિભિન્ન ક્ષેત્રોમાં બે વાદળ ફાટવાથી એક લઘુ હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટ, લગભગ 12 મકાન અને પાકને નુકસાન પહોંચ્યું છે.
જમ્મુઃ જમ્મુ-કાશ્મીરમાં સતત વરસાદ થઈ રહ્યો છે. બુધવારે અમરનાથમાં અચાનક વાદળ ફાટવાથી સિંધ નદીનું જળસ્તર વધી ગયું છે. આ ઘટના બાદ એનડીઆરએફની ટીમ ઘટનાસ્થળ માટે રવાના થઈ ગઈ છે. પરંતુ અહીં એનડીઆરએફની બે ટીમ પહેલાથી હાજર છે. અમરનાથ યાત્રા આ વખતે સ્થગિત છે અને જે સ્થળ પર દુર્ઘટના ત્યાં કોઈ યાત્રી હાજર નહતા. આ પહેલા કિશ્તવાડ જિલ્લાના એક સૂદુર ગામમાં સવારે સાડા ચાર કલાકે વાદળ ફાટવાથી સાત લોકોના મોત થયા હતા અને 17 લોકો ઘાયલ થયા હતા. આ સાથે અનેક મકાનો, ખેતરમાં રહેલા પાક અને એક લઘુ હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટને નુકસાન પહોંચ્યું હતું. જમ્મુ-કાશ્મીર તંત્રના અધિકારીઓ સ્થિતિને લઈને એલર્ટ થઈ ગયા છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube