Cloudburst In Solan: હિમાચલ પ્રદેશના સોલનમાં વાદળ ફાટતા 7 લોકોના મોત થયા છે. જ્યારે 3 લોકો ગૂમ થયા હોવાનું કહેવાય છે. સીએમ સુખવિંદર સિંહ સુખુએ આ ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે અને મદદ માટે તમામ નિર્દેશ આપવાની વાત કરી છે. હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદે એકવાર ફરીથી તબાહી મચાવી છે. સતત પડી રહેલા વરસાદને લીધે ઠેર ઠેર લેન્ડસ્લાઈડ અને પૂરનો સિલસિલો ચાલુ છે. જેનાથી પ્રદેશમાં કોહરામ મચેલો છે. લોકોના દિલમાં ખૌફ પ્રસર્યો છે. કુદરતે એક મહિનાની અંદર ફરીથી વિનાશલીલા રચી છે જેની આગળ માણસ લાચાર જોવા મળી રહ્યો છે. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube