દિલ્હી : ભાડૂઆતો માટે અરવિંદ કેજરીવાલની મોટી જાહેરાત, લગાવી શકાશે પ્રીપેડ મીટર
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) બુધવારે મુખ્યમંત્રી કિરાયેદાર બીજલી મીટર યોજના લોન્ચ કરી છે. આ યોજના અંતર્ગત દિલ્હીમાં રહેનારા ભાડૂઆત હવે પ્રીપેડ મીટર લગાવી શકશે.
નવી દિલ્હી : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) બુધવારે મુખ્યમંત્રી ભાડૂઆત વીજળી મીટર યોજના લોન્ચ કરી છે. આ યોજના અંતર્ગત દિલ્હીમાં રહેતા ભાડૂઆતો હવે પ્રીપેઇડ મીટર લગાવી શકશે. કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું કે, હવે ભાડૂઆતોને વીજળી મીટર લગાવવા માટે મકાન માલિકની એનઓસી લેવાની જરૂરત નહીં રહે. આ માટે માત્ર બે જ દસ્તાવેજની જરૂર પડશે.
અરવિંદ કેજરીવાલે કહ્યું કે, કેટલાક વિસ્તારોને છોડીને દિલ્હી સમગ્ર દેશમાં એક માત્ર એવું શહેર છે કે જ્યાં 24 કલાક વીજળી મળી રહી છે. સમગ્ર દેશમાં સૌથી સસ્તી વીજળી દિલ્હીમાં જ મળી રહી છએ. દિલ્હીમાં રહેનાર ભાડૂઆતોને વીજળી મીટર સુવિધા મળતી ન હતી. જે માટે મકાન માલિક પાસેથી એનઓસી લેવી પડતી હતી. હવે આ નવી યોજનામાં ભાડૂઆતો પ્રીપેડ મીટર લગાવી શકશે અને આ માટે મકાન માલિકની એનઓસી લેવી નહીં પડે. મીટર લગાવવા માટે 3 નંબર પર ફોન કરવાનો રહેશે અને ટીમ આવીને જાતે મીટર લગાવી જશે.
વીજળી કંપની અને એમના નંબર
19122 : BSES Yamuna
19123 : BSES Rajdhani
19124 : Tata Power
લેટેસ્ટ ન્યૂઝ જાણો એક ક્લિક પર