નવી દિલ્હી: દિલ્હીમાં ખુબ જ ઝડપથી કોરોનાના નવા કેસની સાથે ઓમિક્રોનથી સંક્રમણનો દર પણ બેકાબૂ બની રહ્યો છે. દેશની રાજધાની દિલ્હીમાં સંક્રમણ દર 25 ટકા પહોંચવાથી ચિંતા વધી ગઈ છે. દિલ્હીના એલજી અનિલ બૈજલે ડીડીએમએ સાથે બેઠક પણ કરી. DDMAની બેઠકો અને ચેતવણી બાદ કડકાઈ સતત વધી રહી છે. આ બધા વચ્ચે દિલ્હીની તમામ પ્રાઈવેટ ઓફિસ બંધ થવાનો આદેશ આવ્યો છે. બીજી બાજુ સીએમ કેજરીવાલે પણ આજે પ્રેસ કોન્ફરન્સ કરી. તેમણે કહ્યું કે યોગથી ઈમ્યુનિટી વધે છે. જે લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા બાદ હોમ આઈસોલેશનમાં છે તેમના માટે પ્રાણાયામ અને યોગના ક્લાસ શરૂ કરવા જઈ રહ્યા છે. 


દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે દિલ્હીમાં છેલ્લા બે દિવસમાં કોરોનાના કેસ ઓછા આવ્યા છે. એ સારી વાત છે. હું આશા રાખુ છું કે આવનારા દિવસોમાં પણ આ ટ્રેન્ડ ચાલુ રહેશે. કોરોનાના વધવાની સ્પીડ ઓછી થવાની ચાલુ થશે. પરંતુ જે લોકો કોરોના સંક્રમિત છે, હોમ આઈસોલેશનમાં છે તેમના માટે આજે અમે એક અદભૂત કાર્યક્રમ લઈને આવ્યા છીએ. યોગ- પ્રાણાયામથી ઈમ્યુનિટી વધે છે. હું એ તો નથી કહી શકતો કે યોગ કોરોનાનો તોડ છે પરંતુ તેની સામે લડવા માટે આપણા શરીરની ક્ષમતા વધે છે. જે હોમ આઈસોલેશનમાં છે તેમના માટે અમે ઓનલાઈન યોગ ક્લાસીસ શરૂ કરીશું. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube