મોગાઃ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પંજાબના મોગામાં એક રેલીને સંબોધિત કરતા મોટુ ચૂંટણી વચન આપ્યું છે. તેમણે કહ્યું કે, જો આમ આદમી પાર્ટીની સરકાર પંજાબમાં બની તો દરેક મહિલાને દર મહિને 1000 રૂપિયા આપવામાં આવશે. પેન્શન સિવાય આ પૈસા મળશે. આ વિશ્વનું સૌથી મોટું મહિલા સશક્તિકરણ અભિયાન હશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યુ કે, મારા વિરોધી કહેશે કે પૈસા ક્યાંથી આવશે? બસ પંજાબમામ માફિયા ખતમ કરવાના છે. પૈસા આવી જશે. મુખ્યમંત્રી પ્લાન ખરીદે છે. મેં નથી ખરીદ્યું. મેં ટિકિટ ફ્રી કરી દીધી છે. કેજરીવાલ જે કહે છે તે કરે છે. આ ચૂંટણી પંજાબનું ભવિષ્ય બદલી શકે છે. 


પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહને મળી મોટી રાહત, SC એ ધરપકડ પર રોક લગાવી


તેમણે કહ્યું કે, એક નકલી કેજરીવાલ ફરી રહ્યા છે. હું જે પણ વચન આપુ છું બે દિવસ બાદ તે પણ બોલી દે છે કારણ કે નકલી છે. મેં કહ્યું કે, વીજળી ફ્રી કરીશું તો કહે છે કે વીજળી ફ્રી કરી દીધી. અત્યારે લુધિયાણામાં ભાષણ ચાલી રહ્યું હતું. તેણે કહ્યું કે, 400 યૂનિટ વીજળી ફ્રી કરી દીધી. જો કોઈપણ વ્યક્તિનું બિલ શૂન્ય આવ્યું હોય તો મને જણાવી દો. દેશમાં માત્ર કેજરીવાલ જ વીજળીનું બિલ શૂન્ય કરી શકે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube