દિલ્હીમાં ફ્રી વીજળી પર આવ્યો નવો નિયમ, જાણો CM કેજરીવાલે શું કરી જાહેરાત?
Electricity Subsidy in Delhi: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મોટી જાહેરાત કરી છે. અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં પણ ફ્રી વીજળી આપવાનો વાયદો કર્યો છે. તેમણે કહ્યું હતું કે ગુજરાતમાં પહેલી ગેરેન્ટી તરીકે ફ્રી વીજળીનું વચન આપું છું. ત્યારે આ દિલ્હીની ફ્રી વીજળી માટે આવેલો નવો નિયમ ગુજરાત ચૂંટણી પર અસર કરશે?
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મોટી જાહેરાત કરી છે. દિલ્હીમાં હવે જે લોકો વીજળી સબસિડી માટે અરજી કરશે તેમને જ વીજળી સબસિડી મળશે. આજથી આ માટે અરજી શરૂ થઈ જશે. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે કેટલાક લોકો ફ્રી વીજળી લેવા માંગતા નથી. આવામાં હવે દિલ્હીમાં પણ એ જ લોકોને વીજળી સબસિડી મળશે જે તેના માટે અરજી કરશે.
અરવિંદ કેજરીવાલે કહ્યું કે દિલ્હીમાં પહેલા વીજળી ખુબ જતી હતી. અમે તેને ઠીક કર્યું. હવે 24 કલાક વીજળી મળે છે. દિલ્હીમાં વીજળી ફ્રી મળે છે. ભ્રષ્ટાચાર રોકીને જે પૈસા બચાવ્યા તેમાંથી લોકોને સુવિધા આપી રહ્યા છીએ. તેમણે જણાવ્યું કે દિલ્હીમાં વીજળીના 58 લાખ ગ્રાહકો છે. જેમાંથી 30 લાખ લોકોનું વીજળી બિલ ઝીરો આવે છે. 17 લાખ ગ્રાહકો એવા છે જેમના બિલ અડધા આવે છે. જે લોકો સબસિડી માંગશે તેમને જ અમે સબસિડી આપીશું. આ સુવિધા એક ઓક્ટોબરથી લાગૂ રહેશે.
વીજળીના બિલ સાથે એક ફોર્મ આવશે. વીજળીના બિલ કેન્દ્રમાં ફોર્મ જમા કરાવવું પડશે. તેમણે કહ્યું કે અમે એક નંબર (7011311111) બહાર પાડી રહ્યા છીએ. આ નંબર પર મિસ્ડ કોલ કરવાનો રહેશે. મિસ્ડ કોલ પર મેસેજ આવશે. તેમાં એક લિંક મળશે. જેનાથી વોટ્સ એપ પર ફોર્મ ઓપન થઈ જશે. જેમનો મોબાઈલ નંબર રજિસ્ટર્ડ છે તેમને મેસેજ પણ મોકલવામાં આવશે. 31 ઓક્ટોબર સુધીમાં જેટલા લોકો ફોર્મ ભરશે તેમને યોજનાનો લાભ મળશે. આગામી મહિને ફોર્મ ભરવા પર ગત મહિનાનું બિલ જમા કરવું પડશે. તેમણે કહ્યું કે આ અંગે તેમની સરકાર ઘરે ઘરે જઈને જાગૃતતા અભિયાન ચલાવશે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube