દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે ગુજરાતના અમદાવાદ શહેરના એક સફાઈ કર્મચારી હર્ષ સોલંકીને પરિવાર સહિત પોતાના ઘરે લંચ કરવા માટે આમંત્રણ આપ્યું. આ આમંત્રણ સ્વીકારતા હર્ષ અને તેમનો પરિવાર ફ્લાઈટથી દિલ્હી પહોંચ્યા. અહીં પાર્ટીના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ એરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યું. કેજરીવાલે રવિવારે અમદાવાદમાં ટાઉનહોલ બેઠક દરમિયાન સફાઈ કર્મચારી હર્ષ સોલંકીને દિલ્હી પોતાના ઘરે ભોજન પર આમંત્રણ આપ્યું હતું. 


ત્યારબાદ સોમવારે સફાઈ કર્મચારી અને તેમનો પૂરેપૂરો પરિવાર આજે  દિલ્હી એરપોર્ટ પહોંચ્યો અને અહીં આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢાએ તેમનું સ્વાગત કર્યું. પંજાબ ભવનમાં તેમના રોકાવવાની વ્યવસ્થા કરવામાં આવી. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સફાઈ કર્મચારી અને તેમના પરિવારના આવવા જવાની વ્યવસ્થા પોતાના તરફથી કરી છે. ગુજરાતના આપ નેતા ગોપાલ ઈટાલિયા પણ પરિવાર સાથે દિલ્હી પહોંચ્યા છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube