નવી દિલ્હી: આમ આદમી પાર્ટીએ લોકસભા ચૂંટણીને લઇને તૈયારીઓ શરૂ કરી દીધી છે. તો બીજી તરફ પાર્ટીની નજર દિલ્હીની સાત સંસદીય સીટો પર છે. પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મંગળવારે એક ટ્વિટ કરતાં કહ્યું કે દિલ્હીમાં આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે સીધી ટક્કર છે. મુખ્યમંત્રીએ પાર્ટીના એક સર્વે પર છપાયેલા સમાચારને ટ્વિટ કરતાં લખ્યું કે દિલ્હીમાં કોંગ્રેસને લોકસભાની ચૂંટણીમાં માત્ર 09 ટક મત મળશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુખ્યમંત્રીએ કહ્યું 'આપ' દિલ્હીના હિતમાં કામ કરે છે
તેમણે ટ્વિટમાં લખ્યું છે કે દિલ્હીના લોકોને લાગે છે કે ફક્ત આમ આદમી પાર્ટી જ દિલ્હીવાળાના હકમાં લડે છે. તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના સાંસદ ક્યારેય પણ દિલ્હીના હિત વિશે વિચારતા નથી. તેમણે દિલ્હીના લોકોને અપીલ કરી કે દિલ્હીના હિતને ધ્યાનમાં રાખતાં આમ આદમી પાર્ટીને મજબૂત કરે. તેમણે કહ્યું જો દિલ્હીની બધી 07 સીટો પર આમ આદમી પાર્ટીના સાંસદ હોત તો ના ફક્ત દિલ્હીમાં સીલિંગ ગોત અને ના તો મેટ્રોનું ભાડું વધ્યું હોત.


ભાજપને લાગશે મોટો આંચકો
અરવિંદ કેજરીવાલે સોમવારે ટ્વિટ કરીને કહ્યું હતું કે લોકો ભારતીય જનતા પાર્ટી (ભાજપ)થી નારાજ છે અને 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપને મોટો આંચકો લાગવાનો છે. આમ આદમી પાર્ટી (આપ)ના પ્રમુખે પણ કહ્યું કે દિલ્હી સરકારના કામકાજમાં રોડા નાખવા માટે લોકો ભાજપથી નારાજ છે. અરવિંદ કેજરીવાલે હિંદીમાં ટ્વિટ કરીને કહ્યું કે 'જનતા પાર્ટીના સાંસદોથી ખૂબ નારાજ છે. જનતા આમ આદમીની દિલ્હીની સરકારથી ખુશ છે. તો બીજી તરફ જનતા ભાજપથી એ વાત પર ખૂબ નારાજ છે કે ભાજપે દિલ્હી સરકારના કામોમાં વિધ્ન ઉભા કર્યા. 2019 લોકસભા ચૂંટણીમાં ભાજપને દિલ્હીમાં મોટો આંચકો લાગવાનો છે.