નવી દિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સોમવારે કહ્યું કે લોકો ભારતીય જનતા પાર્ટી (ભાજપ)થી નારાજ છે અને 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપને મોટો આંચકો લાગવાનો છે. આમ આદમી પાર્ટી (આપ) પ્રમુખે એ પણ કહ્યું કે દિલ્હી સરકારના કામકાજમાં રોડ નાખવાને લઇને લોકો ભાજપથી નારાજ છે. અરવિંદ કેજરીવાલે હિંદીમાં ટ્વિટ કરીને કહ્યું કે 'જનતા આમ આદમીની દિલ્હી સરકારથી ખૂબ ખુશ છે. તો બીજી તરફ જનતા ભાજપથી એ વાત પર પણ ખૂબ નારાજ છે કે ભાજપે દિલ્હી સરકારના કામોમાં રોડા નાખ્યા છે. 2019 લોકસભા ચૂંટણીમાં ભાજપને દિલ્હીમાં મોટો આંચકો લાગવાનો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખૈરા જૂથ સાથે વાતચીત વિરૂદ્ધ નથી: કેજરીવાલ
બીજી તરફ આમ આદમી પાર્ટી (આપ)ની પંજાબ એકમમાં 'પરસ્પર મેતભેદો'ને ઉકેલવા માટે પાર્ટી રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે આજે કહ્યું કે તે પાર્ટીના હિત માટે સુખપાલ સિંહ ખૈરાના નેતૃત્વવાળા જૂથ સાથે વાતચીત કરવાના વિરૂદ્ધ નથી. કેજરીવાલે આગામી વર્ષે યોજાનાર લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસની સાથે કોઇ ગઠબંધનથી ઇંકાર કર્યો. તેમણે કહ્યું કે 'ના, એમ નથી થઇ રહ્યું.'



પંજાબ યાત્રા દરમિયાન આજે કેજરીવાલે મેહલ કલામાં પાર્ટી ધારાસભ્ય કુલવંત સિંહના પિતાના ''ભોગ''ની રસમમાં સામેલ થયા. ત્યારબાદ તેમણે સુનામમાં પાર્ટી ધારાસભ્ય અમન અરોડાના નિવાસ પર પંજાબમાં પાર્ટીના 11 ધારાસભ્યો સાથે અનૌપચરિક મુલાકાત કરી. 


પંજાબ વિધાનસભાના સત્ર પહેલાં આપના ધારાસભ્ય દળના આહવાન પર અરોડાએ અસંતુષ્ટ જૂથના ધારાસભ્યો સાથે વાતચીત શરૂ કરી દીધી છે. પંજાબ વિધાનસભાનું સત્ર 24 ઓગસ્ટથી શરૂ થઇને 28 ઓગસ્ટ સુધી ચાલશે. 


ગત મહિને આપના નેતા પ્રતિપક્ષ પદ પરથી ખૈરાને હટાવીને ચીમાની નિયુક્તિ કરી હતી. પાર્ટીના 20માંથી 8 ધારાસભ્યોએ આ વાત પર બગાવત કરી દીધી હતી જેથી રાજ્યમાં પાર્ટીની એકમ સંકટમાં આવી ગઇ હતી. ખૈરાએ પોતાને દૂર કરવાના પગલાંને 'અલોકતાંત્રિક' ગણાવ્યું હતું. 


સુનામથી ધારાસભ્ય અમન અરોડા દ્વાર ખૈરા જૂથની સાથે શરૂ કરવામાં આવેલી વાર્તાને લઇને માનવામાં આવી રહ્યું છે કે વિધાનસભા સત્ર દરમિયાન પાર્ટી પોતાની એકજૂટતા પ્રદર્શિત કરવા માંગે છે. સત્ર દરમિયાન સદનમાં જસ્ટિસ રંજીત સિંહ આયોગનો રિપોર્ટ રજૂ કરી શકે છે. 


અરોડાના આવાસ પર પત્રકારો સાથે વાતચીત દરમિયાન કેજરીવાલે કહ્યું 'પ્રત્યેક પાર્ટીમાં, દરેક પરિવારમાં મુદ્દા અને ઝઘડા હોય છે. મારું માનવું છે કે જે સાથી નારાજ છે તેમને મનાવી લેવામાં આવશે. હું મારા કેટલાક ધારાસભ્યો સાથે તેમને મળવા માટે કહ્યું છે અને જો જરૂર જણાશે તો હું પણ તેમની સાથે વાત કરીશ.


આ પ્રશ્ન પર આજની મુલાકાત દરમિયાન ખૈરા જૂથના ધારાસભ્યોને કેમ બોલાવવામાં ન આવ્યા, તેના પર દિલ્હીના મુખ્યમંત્રીએ કહ્યું ''આજે કોઇ ઔપચારિક મુલાકાત નક્કી ન હતી.'' કેજરીવાલ સાથે આ દરમિયાન દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા પણ હાજર હતા. ખૈરા પણ ''ભોગ'' રસમ દરમિયાન કેજરીવાલથી અંતર જાળવ્યું હતું.