Rajasthan: રાજસ્થાનના લોકોને 100 યુનિટ વીજળી મળશે ફ્રી, મુખ્યમંત્રી ગેહલોતે કરી મોટી જાહેરાત
Rajasthan Assembly Election: રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે પ્રદેશની જનતા માટે મોટી જાહેરાત કરી છે. મુખ્યમંત્રીએ વીજળીને લઈને જનતાને મોટી રાહત આપી છે.
નવી દિલ્હીઃ Rajasthan News: રાજસ્થાનમાં આ વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. તેવામાં દરેક રાજકીય પાર્ટીઓ પુરજોશ પ્રયાસમાં લાગેલી છે. આ વચ્ચે પ્રદેશના મુખ્યમંત્રી અશોક ગેહલોતે મોટી જાહેરાત કરી છે. મુખ્યમંત્રી ગેહલોતે રાજસ્થાનની જનતાને વીજળી દરોમાં મોટી રાહત આપી છે. મુખ્યમંત્રીએ જાહેરાત કરી છે કે વીજળી ગ્રાહકોને પહેલા 100 યુનિટ સુધી વીજળી ફ્રી મળશે.
સીએમ ગેહલોતે કહ્યું કે મોંઘવારી રાહત શિબિરોનું નિરીક્ષણ કર્યા પછી અને લોકો સાથે વાત કર્યા પછી, એવો પ્રતિસાદ મળ્યો કે વીજળીના બિલમાં સ્લેબ મુજબની મુક્તિમાં થોડો ફેરફાર થવો જોઈએ. મે મહિનાના વીજળીના બિલમાં ફ્યુઅલ સરચાર્જને લઈને પણ જનતા પાસેથી પ્રતિસાદ મળ્યો હતો, જેના આધારે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.
ક્યારે થશે બૃજભૂષણ શરણ સિંહ પર કાર્યવાહી? રેસલરોના મામલે દિલ્હી પોલીસે આપી માહિતી
ખાસ કરીને મધ્યમ વર્ગના લોકોને ધ્યાનમાં રાખીને દર મહિને 200 યુનિટ સુધી વીજળીનો વપરાશ કરતા ગ્રાહકોને પ્રથમ 100 યુનિટ વીજળી મફત મળશે, સાથે 200 યુનિટ સુધીના ફિક્સ ચાર્જ, ફ્યુઅલ સરચાર્જ અને અન્ય તમામ ચાર્જ માફ કરવામાં આવશે અને રાજ્ય સરકાર તેમને ચૂકવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube