Corona: મુખ્યમંત્રી ગેહલોતે કરી દેશવ્યાપી લૉકડાઉનનું માંગ, કહ્યું- સંક્રમણ અટકાવવા હવે માત્ર એક વિકલ્પ
lockdwon in Rajasthan : રાજસ્થાનના મુખ્યમંત્રીએ લૉકડાઉન લગાવવા પર સમર્થન આપ્યું છે. તેમણે આ સાથે સંકેત આપ્યો છે કે પ્રદેશમાં સંપૂર્ણ લૉકડાઉન લાગૂ થઈ શકે છે.
જયપુરઃ દેશભરમાં કોરોનાની બીજી લહેરે હાહાકાર મચાવ્યો છે. આ વચ્ચે દેશના અનેક રાજ્યોમાં કોરોના સંક્રમણ અટકાવવા માટે પ્રતિબંધોમાં વધારો થઈ રહ્યો છે. રાજસ્થાનમાં પણ કોરોના સંક્રમણની ગતિ અટકાવવા માટે 'મહામારી રેડ એલર્ટ જન અનુશાસન પખવાડા' લાગૂ કરવામાં આવ્યું છે. આ બેઠક પ્રદેશમાં બિનજરૂરી ફરતા લોકોને સંસ્થાગત ક્વોરન્ટીનમાં રાખવાના આદેશ આપવામાં આવ્યા છે. તો અન્ય જરૂરી પ્રતિબંધો લાગૂ કરવામાં આવ્યા છે. આ ક્રમમાં હવે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે સંપૂર્ણ લૉકડાઉનને લઈને પોતાનું સમર્થન આપતા દેશવ્યાપી લૉકડાઉનની માંગ કરી છે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના દેશવ્યાપી લૉકડાઉનનું સમર્થન કરતા રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે ગુરૂવારે કહ્યુ કે, જો યોગ્ય રીતે યોજના બનાવવામાં આવે તો કોરોના સંક્રમણને ફેલાતું રોકવામાં મદદ મળી શકે છે. તેમણે કહ્યું કે, પહેલાથી દેશમાં ઓક્સિજન, દવાઓ અને અન્ય સાધનોની કમી છે અને દેશને જલદી ડોક્ટર, સ્વાસ્થ્ય કર્મચારીઓની કમીનો સામનો કરવો પડી શકે છે.
દેશના અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube