પંજાબ: શનિવારે CM ભગવંત માનના કેબિનેટની શપથ ગ્રહણ સમારોહ યોજાશે, જાણો સંભવિત મંત્રીઓની યાદી
આમ આદમી પાર્ટીના સૂત્રોનું માનીએ તો ભગવંત માનને હાઈકમાન્ડે પોતાની કેબિનેટ નક્કી કરવાની છૂટ આપી છે. સૂત્રોનું કહેવું છે કે માન વરિષ્ઠ ધારાસભ્યોને મંત્રીમંડળમાં સામેલ કરવા માટે ઈચ્છુક છે.
નવી દિલ્હી: પંજાબની રાજધાની ચંદીગઢમાં મુખ્યમંત્રી ભગવંત માનના મંત્રીમંડળના શપથ ગ્રહણ સમારોહ શનિવારે સવારે 11 વાગે આયોજિત કરવામાં આવશે. રાજ્યપાલ બનવારીલાલ પુરોહિત નવનિર્વાચિત ધારાસભ્યોને મંત્રી પદની શપથ લેવડાવશે. અગાઉ ભગવંત માનને 18 માર્ચે મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા.
આમ આદમી પાર્ટીના સૂત્રોનું માનીએ તો ભગવંત માનને હાઈકમાન્ડે પોતાની કેબિનેટ નક્કી કરવાની છૂટ આપી છે. સૂત્રોનું કહેવું છે કે માન વરિષ્ઠ ધારાસભ્યોને મંત્રીમંડળમાં સામેલ કરવા માટે ઈચ્છુક છે. આમ આદમી પાર્ટીના પંજાબ પ્રભાવી રાઘવ ચડ્ઢાએ પણ સંકેત આપ્યા છે કે કેબિનેટ મંત્રીઓની પસંદગી મુખ્યમંત્રીનો વિશેષાધિકાર છે.
ચૂંટણી પ્રચાર દરમિયાન પંજાબના લોકોને કરવામાં આવેલા વાયદા પ્રમાણે, હિન્દુ અને દલિત સમુદાયોમાંથી એક એક નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવશે. પૂર્વ નેતા પ્રતિપક્ષ અને એક પ્રમુખ દલિત ચહેરો હરપાલ સિંહ ચીમા ડેપ્યુટી સીએમ પદ માટે સૌથી આગળ છે. ચીમા બીજી વખત દિર્બાથી ધારાસભ્ય ચૂંટાયા છે અને બાદલ કે કેપ્ટન અમરિંદર સિંહના મોટા ટીકાકાર રહ્યા છે.
ભગવંત કેબિનેટમાં આ નામોની પણ ચર્ચા
હરપાલ સિંહ ચીમા સિવાય આમ આદમી પાર્ટીના જે નેતાઓનું નામ મંત્રી પદ માટે ચર્ચામાં છે, તેમાં કુલતાર સિંહ સાંડવા, અમન અરોડા, ગુરમીત સિંહ મીત હેયર, જયકિશન સિંહ રોડી સિવાય અન્ય સામેલ છે.
સૂત્રોનું કહેવું છે કે કુલ 11માંથી ત્રણ મહિલા ધારાસભ્ય કેબિનેટનો ભાગ હશે. તલવંડી સાબો ધારાસભ્ય બલજિંદર કૌર અને નવજોત સિંહ સિદ્ધૂને હરાવનાર પહેલી વખતની જીવન જ્યોત કૌરને કેબિનેટ મંત્રી બનાવવામાં આવી શકે છે. જ્યારે, જગરાઓથી ધારાસભ્ય સરબજીત કૌર ભાનુકેને વિધાનસભા અધ્યક્ષ બનાવવામાં આવી શકે છે.
ભગવંત માન વરિષ્ઠ ધારાસભ્યો સિવાય, ચૂંટણીમાં જેમનું શાનદાર પ્રદર્શનના આધારે પહેલી વખત ધારાસભ્યો બનેલાને પણ મંત્રીમંડળમાં સામેલ કરી શકે છે. આ ચહેરાઓમાં જીવન જ્યોતિ કૌર સામેલ છે, જેમણે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ રહેલા નવજોત સિંહ સિદ્ધૂને હરાવ્યા. સાથે કુંવર વિજય પ્રતાપ સિંહ અને ગુરમીત સિંહ ખુદિયાં જેમણે પ્રકાશ સિંહ બાદલ, લાભ સિંહ ઉગોકેને હરાવ્યા.
જાતિ સમીકરણો અને વરિષ્ઠતા સિવાય કેબિનેટ એક ક્ષેત્રીય સંતુલનને પણ દર્શાવશે. માલવા, માઝા અને દોઆબા ક્ષેત્રોના કેબિનેટ મંત્રી હશે. માલવા બેલ્ટને અન્ય ક્ષેત્રોની તુલનામાં વધુ મંત્રી મળી શકે છે કારણ કે પાર્ટીએ અહીંની કુલ 69માંથી 66 બેઠકો પર જીત હાંસલ કરી છે.
ઉલ્લેખનીય છે કે પંજાબ વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને પ્રચંડ જીત હાંસલ થઈ છે. 117 બેઠકોવાળી પંજાબમાં આપને 92 સીટો પર જીત હાંસલ કરી છે. જ્યારે, કોંગ્રેસને 18, અકાલી દળને 3 અને બીજેપીને 2 સીટો પર જીત મળી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube