શિવસેનાના સ્થાપના દિવસ કાર્યક્રમમાં CM ફડણવીસની હાજરી, ઉદ્ધવ ઠાકરેને ગણાવ્યાં `મોટા ભાઈ`
શિવસેનાના 53માં સ્થાપના દિવસ પર બુધવારે મુખ્ય અતિથિ તરીકે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ હાજર રહ્યાં હતાં. એવું પહેલી વાર બન્યું કે કોઈ પાર્ટીના સ્થાપના દિવસે બીજી પાર્ટીના નેતાઓને આમંત્રિત કરવામાં આવ્યાં હોય.
મુંબઈ: શિવસેનાના 53માં સ્થાપના દિવસ પર બુધવારે મુખ્ય અતિથિ તરીકે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ હાજર રહ્યાં હતાં. એવું પહેલી વાર બન્યું કે કોઈ પાર્ટીના સ્થાપના દિવસે બીજી પાર્ટીના નેતાઓને આમંત્રિત કરવામાં આવ્યાં હોય. આ મંચ પર શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ બંને હાજર હતાં. બધાની નજર એ વાત પર ટકેલી હતી કે આ વખતે શિવસેના ભાજપ સત્તા પર આવશે તો મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી કોણ બનશે અને મુખ્યમંત્રી પદને લઈને મંચ પરથી શું જાહેરાત થશે. આ વાત એટલા માટે પણ ચર્ચામાં હતી કારણ કે શિવસેનાએ સવારે પોતાના મુખપત્ર સામનાના માધ્યમથી આગામી મુખ્યમંત્રી પદ પર દાવો ઠોકીને મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ સર્જી દીધો હતો.
PM મોદીએ સર્વપક્ષીય બેઠક બાદ નેતાઓનો આભાર માન્યો, કહ્યું-અનેક મુદ્દાઓ પર થઈ ચર્ચા
ઉદ્ધવ ઠાકરે અને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ બંનેએ ઈશારા ઈશારામાં મુખ્યમંત્રી પદ પર દાવો ઠોકતા કહ્યું કે ગઠબંધનના થયું ત્યારે તમામ વિષયો પર વાત થઈ ગઈ છે. યોગ્ય સમય આવશે ત્યારે મુખ્યમંત્રી પદને લઈને વાત સામે આવશે. આ અવસરે દેવેન્દ્ર ફડણવીસે ઉદ્ધવ ઠાકરેને પોતાના 'મોટા ભાઈ' ગણાવ્યાં. આ સાથે જ કહ્યું કે ભાજપ શિવસેના વચ્ચે જે પણ ખેંચતાણ અને તણાવ હતો તે દૂર થઈ ગયો છે, હવે પ્રચંડ જીત મેળવવા માટે બધા વિધાનસભા ચૂંટણીમાં દિલથી કામ કરે.
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે "શિવસૈનિક એક અલગ રસાયણ છે, પ્રેમ પણ ખુબ કરે છે અને દુશ્મની પણ હદથી વધુ નિભાવે છે. સત્તામાં ભાગીદારી શિવસેના ભાજપની બરાબર હશે. જે રીતે અમે તમને (સીએમ ફડણવીસ) પોતાના કાર્યક્રમમાં બોલાવ્યાં તે જ રીતે અમે પણ કાર્યક્રમ કરો અને અમને બોલાવો."
જુઓ LIVE TV