મુંબઈ: મહારાષ્ટ્રમાં એકબાજુ જબરદસ્ત રાજકીય ઉથલપાથલ ચાલી રહી છે. ત્યાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ખેડૂત કાર્ડ ખેલ્યું છે. દેવેન્દ્ર ફડણવીસે રાજ્યના ખેડૂતોને મોટી રાહત આપી છે. તેમણે વરસાદથી પ્રભાવિત ખેડૂતો માટે 5380 કરોડ રૂપિયાની મંજૂરી આપી છે. આ અગાઉ ખેડૂતોના મુદ્દે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ડેપ્યુટી સીએમ અજિત પવારની સાથે બેઠક કરી. વરસાદ પ્રભાવિત ખેડૂતોને વધારાની સહાયતા અને સહાયતા માટેના વિભિન્ન ઉપાયો પર મુખ્યમંત્રીએ અજિત પવાર સાથે ચર્ચા કરી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શિવસેના NCP અને કોંગ્રેસનું 'શક્તિ પ્રદર્શન', હોટલમાં 162 MLAની પરેડ કરાવશે


આ બાજુ આજે સુપ્રીમ કોર્ટે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી દ્વારા મહારાષ્ટ્રમાં ભાજપ-અજિત પવારને સરકાર બનાવવા માટે આપેલા આમંત્રણ મામલે આજે પોતાનો ચુકાદો આવતી કાલ માટે અનામત રાખ્યો છે. સુપ્રીમ કોર્ટ કાલે સવારે 10.30 વાગે ચુકાદો આપશે. જેથી કરીને ભાજપ-અજિત પવારને ઓછામાં ઓછું એક દિવસની તો રાહત મળી જ ગઈ. આ બાજુ શિવસેના, એનસીપી અને કોંગ્રેસે રાજ્યપાલ ભવનમાં વિધાયકોનો પત્ર આપીને સરકાર બનાવવાનો દાવો રજુ કર્યો છે. તે પહેલા જ પોતાની તાકાત દર્શાવવા માટે શિવસેના, એનસીપી અને કોંગ્રેસ પોત પોતાના વિધાયકોની પરેડ  કરાવવા જઈ રહી છે. ત્રણેય પક્ષના 162 ધારાસભ્યોની આજે સાંજે સાત વાગે પરેડ થવાની છે. હોટલ ગ્રેન્ડ હયાતમાં આ ધારાસભ્યોની પરેડ કરાવવામાં આવશે. અત્રે જણાવવાનું કે શિવસેના, કોંગ્રેસ અને એનસીપી પોત પોતાના વિધાયકો પર નજર રાખી રહ્યાં છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube