ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન મંગળવારે બપોરે લગબગ 40 કલાક બાદ રાંચી પહોંચી ગયા છે. તેઓ અચાનક દિલ્હીથી ગાયબ થઈ ગયા હતા. ઈડી કથિત જમીન કૌભાંડ સંલગ્ન મની લોન્ડરિંગ મામલે હેમંત સોરેનની પૂછપરછ કરવા માંગે છે. ઈડી અત્યાર સુધીમાં લગભગ 10 સમન પાઠવી ચૂકી છે. ચર્ચા છે કે ઈડી તેમની  ધરપકડ પણ કરી શકે છે. જેનાથી બચવા માટે તેઓ કાનૂની રસ્તા શોધી રહ્યા છે અને અચાનક ગાયબ થઈ ગયા હતા. ભાજપે આ મામલે ઝારખંડ મુક્તિ મોરચાના નેતૃત્વવાળી સરકારને ઘેરવાનું શરૂ કરી દીધુ. એટલે સુધી કે હેમંત સોરેન ગૂમ હોવાના પોસ્ટર પણ શેર કર્યા અને ઈનામ સુદ્ધા જાહેર કરી દીધુ. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube