પુત્ર નકુલનાથ માટે CM કમલનાથે કહ્યું- `જો કામ ન કરે તો તેના કપડાં ફાડી નાખજો`
મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે પોતાના પુત્ર નકુલના પક્ષમાં અહીં ચૂંટણી પ્રચાર કરતા કહ્યું કે જો તેમનો પુત્ર કામ ન કરે તો લોકો તેમના કપડાં ફાડી નાખે.
છિંદવાડા: મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે પોતાના પુત્ર નકુલના પક્ષમાં અહીં ચૂંટણી પ્રચાર કરતા કહ્યું કે જો તેમનો પુત્ર કામ ન કરે તો લોકો તેમના કપડાં ફાડી નાખે. કમલનાથે ક્ષેત્ર સાથે પોતાના 40 વર્ષના જોડાણનો ઉલ્લેખ કરતા કહ્યું કે હવે તેમણે છિંદવાડાની જનતાની સેવા કરવાની જવાબદારી તેમના પુત્રને સોંપી છે. જેથી કરીને તે મધ્ય પ્રદેશ માટે કામ કરી શકે. તેમણે કહ્યું કે, 'હું જ્યાં આજે છું તે એટલા માટે છું કારણ કે તમે મને પ્રેમ અને તાકાત આપી છે.'
આ બે સીટ છે ભાજપ માટે ખુબ પ્રતિષ્ઠાનો વિષય, જીત માટે પીએમ મોદી પોતે ઉતરશે મેદાનમાં
કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ સ્થાનિક લોકોને કહ્યું કે, 'નકુલ આજે અહીં નથી પરંતુ તે તમારી સેવા કરશે. મેં તેને આ જવાબદારી સોંપી છે. જો તે કામ ન કરે તો તેને સજા આપજો અને તેના કપડાં ફાડી નાખજો.' કોંગ્રેસ નેતા છિંદવાડા હેડક્વાર્ટરથી લગભગ 65 કિમી દૂર ધનોરા ગામમાં બોલી રહ્યાં હતાં. આ વિસ્તાર અમરવાડા લોકસભા વિસ્તાર હેઠળ આવે છે અને છિંદવાડા જિલ્લા હેડક્વાર્ટરથી લગભગ 65 કિમી દૂર છે. કમલનાથે કહ્યું કે, 'અમે નવી યાત્રાની શરૂઆ કરીશું અને ઈતિહાસ રચીશું.' નોંધનીય છે કે કમલનાથ આ લોકસભા ક્ષેત્રથી સૌથી લાંબા સમય સુધી, નવ વાર સાંસદ રહી ચૂક્યા છે પરંતુ હવે તેમણે પુત્ર માટે આ બેઠક છોડી છે.
પ્રિયંકાએ PM મોદીને ગણાવ્યાં 'નબળા વડાપ્રધાન', પીયૂષ ગોયલે આપ્યો જડબાતોડ જવાબ
જુઓ LIVE TV
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...