કમલનાથનો PM પર હુમલો: જેના બાપ-દાદા પણ સ્વતંત્રતા સંગ્રામમાં નથી તેઓ અમને રાષ્ટ્રધર્મ શીખવે છે
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે ગુરૂવારે રાષ્ટ્રવાદનો ઉલ્લેખ કરતા વડાપ્રધાન મોદી સહિત ભારતીય જનતા પાર્ટી (BJP) પર શાબ્દિક પ્રહાર કર્યો હતો. કમલનાથે કહ્યું કે, લોકો કોંગ્રેસને અને સેવાદળને રાષ્ટ્રવાદનો પાઠ ભણાવશે? હું તો હંમેશા કહુ છું કે નરેન્દ્ર મોદીજી એક નામ તો જણાવો, જે તમારી પાર્ટીના સ્વતંત્રતા સંગ્રામ સેનાની રહ્યા હોય. તમે તમારા તો ઠીક તમારા સગામાં પણ કોઇ આઝાદીની લડાઇ લડ્યું હોય તો જણાવો. બાપ દાદાઓ તો તમારા આઝાદી માટે લડ્યા જ નથી. હવે આવા લોકો કોંગ્રેસને રાષ્ટ્રવાદનો પાઠ ભણાવી રહ્યા છે.
ભોપાલ : મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે ગુરૂવારે રાષ્ટ્રવાદનો ઉલ્લેખ કરતા વડાપ્રધાન મોદી સહિત ભારતીય જનતા પાર્ટી (BJP) પર શાબ્દિક પ્રહાર કર્યો હતો. કમલનાથે કહ્યું કે, લોકો કોંગ્રેસને અને સેવાદળને રાષ્ટ્રવાદનો પાઠ ભણાવશે? હું તો હંમેશા કહુ છું કે નરેન્દ્ર મોદીજી એક નામ તો જણાવો, જે તમારી પાર્ટીના સ્વતંત્રતા સંગ્રામ સેનાની રહ્યા હોય. તમે તમારા તો ઠીક તમારા સગામાં પણ કોઇ આઝાદીની લડાઇ લડ્યું હોય તો જણાવો. બાપ દાદાઓ તો તમારા આઝાદી માટે લડ્યા જ નથી. હવે આવા લોકો કોંગ્રેસને રાષ્ટ્રવાદનો પાઠ ભણાવી રહ્યા છે.
દિલ્હીના શાસ્ત્રી ભવન નજીક JNU વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ
કમલનાથે કહ્યું કે, આપણા દેશની સંસ્કૃતી સહિષ્ણુતાવાળી છે. આ જ આપણા સંવિધાનનું મુળ છે. આજે તેના પર જ હુમલો થઇ રહ્યો છે. તેની ભવિષ્ય પર શું અસર પડશે. સેવાદળનું ખુબ જ મોટુ યોગદાન છે. સમગ્ર વિશ્વ આપણી સામે આશ્ચર્યની સાથે જુએ છે કે આટલી બધી સંસ્કૃતીઓ છતા પણ બધા એક ઝંડા નીચે કઇ રીતે રહી રહ્યા છે. આવી મજબુતી સોવિયત સંઘમાં હતી પરંતુ તે વિખેરાઇ ગયું કારણ કે તેની સંસ્કૃતી આવી નહોતી. આપણી સંસ્કૃતી વિવિધતામાં એકતા વાળી છે. આ જ આપણી સૌથી મોટી શક્તિ છે. તેના પર હવે હુમલો થઇ રહ્યો છે. લોકો એનઆરસીની વાતો કરી રહ્યા છે.
સમુદ્રમાં 40 KM સુધી દુશ્મનોનો સફાયો કરશે વરુણાસ્ત્ર: મહત્વની સિદ્ધી બનાવ્યો સ્વદેશી ટોર્પીડો
કમલનાથનો ભાજપ પર પ્રહાર
મધ્યપ્રદેશના મુખ્યમંત્રીએ કહ્યું કે, આજે તેઓ ગુમરાહ કરવાની વાત કરે છે. તમારા ભાજપનાં ગત્ત 6-7 વર્ષની રાજનીતિને ઓળખે છે. અત્યારે લોકસભાની ચૂંટણી થઇ તો જનતાનું ધ્યાન બીજે ભટકાવવામાં આવ્યું. આજે પડકાર અને પ્રશ્નો બીજા છે પરંતુ તેનો જવાબ નથી. તમે મોદીજીને સાંભળ્યા હોય તો તેઓ છેલ્લા ઘણા સમયથી નવયુવાનો અને ખેડૂતોની કોઇ વાત જ નથી કરતા.
CAAને સંવૈધાનિક જાહેર કરવાની માંગ, સુપ્રીમે કહ્યું દેશ આકરા સમયમાંથી પસાર થઇ રહ્યો છે
એનઆરસી અંગે આપી પ્રતિક્રિયા
એમપી સીએમ કમલનાથે કહ્યું કે, એનઆરસીનો અર્થ છે નેશનલ રજિસ્ટર ઓફ સિટિજન્સ... હવે તમે તમારુ નામ નોંધાવવા જશો તો તમને સવાલ પુછવામાં આવશે કે તમારો ધર્મ શું છે તમે કહેશો કે હિંદુ તો હવે તમારી પાસે પુરાવો શું છે કે તમે હિંદુ છો. પછી તેઓ પુછશે કે તેમારા બાપાનો ધર્મ કયો હતો. દાદાનો ધર્મ કયો હતો. તેના પુરાવા આપો. આ લોકો સમગ્ર દેશને ગુમરાહ કરી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube