નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ જીતની હેટ્રિક લગાવી છે. આ જીતની સાથે આમ આદમી પાર્ટી અને મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે દેશની બીજી પાર્ટીઓને સંદેશ આપ્યો છે. આ પ્રચંડ જીતમાં ઘણા કારણ છે, પરંતુ તે વાતનો ઇનકાર ન કરી શકાય કે ભાજપ જેવી હેવી વેટ પાર્ટી પાસેથી પડકાર લેવામાં હનુમાન જીએ કેજરીવાલ માટે ઘણ હદ સુધી માર્ગ સરળ કરી દીધો હતો. પ્રથમ નજરમાં તો આ વાત અટપટી લાગે છે, પરંતુ સંપૂર્ણ ચૂંટણી પ્રચારનું વિશ્લેષણ કરવામાં આવે તો આ વાત વધુ સ્પષ્ટ રીતે સમજાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'રામ ભક્ત'ની ટક્કર લેવા માટે 'હનુમાન ભક્ત' બન્યા કેજરીવાલ
આમ આદમી પાર્ટીએ પ્રચારની શરૂઆત પાંચ વર્ષ કરેલા કામોના વખાણ સાથે શરૂ કરી હતી. તો કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની આગેવાનીમાં ભાજપ રાષ્ટ્રવાદ, હિન્દુત્વ જેવા પરંપરાગત મુદ્દાને કેન્દ્રમાં રાખીને મેદાનમાં ઉતર્યું હતું. આ બંન્ને એજન્ડા સાથે લોકોને જોડવા માટે ભાજપે શાહીન બાગ જેવા તાત્કાલિક મુદ્દાને ઉછાળ્યો હતો. ભાજપ ચૂંટણી પ્રચારમાં તે જણાવવાનું પ્રયત્ન કરી રહ્યું હતું કે જો આપ બીજીવાર સત્તામાં આવશે તો દિલ્હીમાં ફરી મુગલ કાળ આવી જશે. તેથી હિન્દુઓએ ભેગા મળીને ભાજપને મત આપવો જોઈએ જેથી રામ રાજ્ય સ્થાપિત કરી શકાય.


ભાજપની આ રણનીતિથી છૂટકારો મેળવવા સીએમ કેજરીવાલ હનુમાન જીના શરણમાં પહોંચી ગયા હતા. હકીકતમાં, રામચરિત માનસ જેવા પવિત્ર ધર્મ ગ્રંથમાં કહેવામાં આવ્યું છે કે હનુમાન જી ભગવાન શ્રીરામના સૌથી મોટા ભક્ત રહ્યાં. આ ધર્મ ગ્રંથમાં ઘણી તક પર કહેવામાં આવ્યું છે કે ભગવાન રામે ખુદ કહ્યું હતું કે તે પોતાના પરમ ભક્ત હનુમાનની ફક્તિ કરનારનો સદાય સાથ આપશે. આ વાતોનો હિન્દુ ધર્મમાં ઉંડો પ્રભાવ છે. 


દિલ્હી ચૂંટણીઃ આમ આદમી પાર્ટીની જીત પર કેજરીવાલની પત્ની અને બાળકોએ આપ્યું આ નિવેદન 


કનોટ પ્લેસ વાળા હનુમાન મંદિરથી ઘણું બદલાય ગયું
ભાજપે સતત પ્રચાર દરમિયાન આપને મુસ્લિમ હિતેષી ગણાવવાનો પ્રયત્ન કરી રહ્યું હતું. હાલના ચૂંટણી પ્રચાર પર નજર કરીએ તો સ્પષ્ટ છે કે ભાજપ જ્યારે-જ્યારે સામે વાળી પાર્ટીને મુસ્લિમ હિતેચ્છુ સ્થાપિત કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે ત્યારે તેને તેનો ફાયદો મળતો રહ્યો છે. 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપ તે સ્થાપિત કરવામાં સફળ રહ્યું હતું કે કોંગ્રેસ મુસ્લિમોનો પક્ષ લેનારી પાર્ટી છે. આ વાત ખુદ કોંગ્રેસના વરિષ્ઠ નેતા એકે એન્ટેની પોતાના સમીક્ષા રિપોર્ટમાં સ્વીકાર કરી ચુક્યા છે. 


હનુમાન મંદિરની યાત્રાથી કેજરીવાલ સ્પષ્ટ સંકેત આપી રહ્યાં હતા કે તે સોફ્ટ હિન્દુત્વ જેવા એન્ડા પર કામ કરી રહ્યાં છે. ભાજપ જ્યાં વારંવાર શાહીન બાગ અને ત્યાં બિરયાનીની વાત કરી રહ્યું હતું, તો સીએમ કેજરીવાલ આવા મુદ્દા પર કોઈ પ્રતિક્રિયા આપવાથી બચી રહ્યાં હતા. ચૂંટણી પ્રચાર દરમિયાન જ્યારે અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે ટ્રસ્ટની જાહેરાત થઈ તો કેજરીવાલે કહ્યું કે, સારા કામ માટે કોઈ સમય હોતો નથી. 


કેજરીવાલને પ્રચંડ બહુમત, ભાજપે સ્વીકારી હાર, કહ્યું- અમે રચનાત્મક વિપક્ષની ભૂમિકા ભજવશું  


મતદાન સંપન્ન થયા સુધી કેજરીવાલ સમજી ચુક્યા હતા કે હનુમાન જીનું નામ લેવાથી તેમને ફાયદો મળી રહ્યો છે. તો ભાજપ તરફથી તેમના માટે બનાવવામાં આવી રહેલી છબીથી પણ બચી રહ્યાં હતા. ત્યારે મતદાન સંપન્ન થયા બાદ પણ કેજરીવાલ કનોટ પ્લેસ વાળા હનુમાન મંદિરે દર્શન કરવા પહોંચ્યા હતા. તો ચૂંટણી પરિણામ આવ્યા બાદ કેજરીવાલે પોતાના સંબોધનમાં હનુમાનજીનું નામ લીધું હતું. ત્યારબાદ તેઓ હનુમાન મંદિરે દર્શન કરવા પહોંચ્યા હતા.


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...