નવી દિલ્હી: દિલ્હીવાસીઓને હવે ધૂળના ગોટેગોટા હેરાન પરેશાન કરશે નહીં. ગત દિવસોમાં રાજસ્થાનથી આવીને દિલ્હીની ઉપર છવાઈ જનારા ધૂળના ગોટેગોટાને પહોંચી વળવા માટે હવે દેશની રાજધાની દિલ્હીને લગભગ 30 લાખ ઝાડની દીવાલથી ઘેરી લેવામાં આવશે. આ કામમાં કેન્દ્ર અને દિલ્હી સરકારની એજન્સીઓએ 50 પ્રકારના દેશી છોડની દીવાલથી દિલ્હીની 3 બાજુથી ઘેરાબંધી શરુ કરી દીધી છે. જેમાં યમુના તટ અને અરાવલી વન ક્ષેત્રને ઘેરતા દિલ્હી સાથે જોડાયેલા યુપી, હરિયાણા અને રાજસ્થાનની સરહદ સુધી લગભગ 31 લાખ જેટલા ઝાડને નૈરર્ગિક અવરોધક (નેચરલ બેરિયર) બનાવવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુગળ, કેરી અને મહુઆના 30 લાખ છોડ વાવવામાં આવશે


કેન્દ્રીય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે આ યોજનાના બે હેતુ છે. પહેલો હેતુ એ છે કે દિલ્હી-એનસીઆરમાં વાયુ પ્રદુષણ માટે જવાબદાર પાર્ટિક્યુલેટ તત્વો (પીએમ 2.5 અને પીએમ 10)ને દેસી ઝાડ દ્વારા અવશોષિત કરવા. બીજો હેતુ એ છે કે દર વર્ષે પશ્ચિમ વિક્ષોભના કારણે રાજસ્થાનથી આવતા ધૂળના તોફાનથી થતા ધૂળના ગોટેગોટાઓથી થતી પરેશાનીઓથી દિલ્હીને બચાવવું. તેમણે જણાવ્યું કે વૈજ્ઞાનિક અભ્યાસો પર આધારિત આ યોજનામાં નેચરલ બેરિયર માટે પર્યાપ્ત ગાઢ અને વધુ ઊંચાઈવાળા કેરીના, મહુઆ જેવા ઝાડની પસંદગી થઈ છે. આ વૃક્ષો વાયુમંડળમાં હવાના ઓછા દબાણના ક્ષેત્રના કારણે અતિસુક્ષ્મ ધૂળકણોને ઉપર ઉઠતા રોકે છે. આ સાથે જ ધૂળભરી આંદીમાં ઉડીને આવતા ધૂળકણોને પણ આ ઝાડ જમીનથી થોડા મીટરની ઊંચાઈ પર ભેગા થતા રોકે છે. 


24 કલાક ઓક્સિજન આપતા પીપળાના વૃક્ષનું પણ પ્લાન્ટેશન થશે
લીમડો, પીપળો, વડ, બોર, આંબળા, જામુન, જેવા વૃક્ષો પણ આમાં સામેલ છે. જે સામાન્ય રીતે વધુ માત્રામાં ઓક્સિજન છોડે છે. જેમાં 24 કલાક ઓક્સિજન છોતા પીપળાના ઝાડનું સૌથી વધુ પ્લાન્ટેશન કરવામાં આવશે. વિભાગના ડાઈરેક્ટર ડો. અનિલકુમારે જણાવ્યું કે ધૂળ અને હવામાં મળેલા સુક્ષ્મ દૂષિત તત્વો, વર્ષ ભર હર્યાભ્યા રહેતા સ્થાનિક ઝાડની પત્તીઓ પર સરળતાથી જમા થઈ જાય છે. પત્તીઓ પર જમા દુષિત તત્વો વર્ષા થતા માટીમાં સમાઈ જાય છે. આથી આ રીતે દિલ્હીના વાયુ પ્રદુષણનું પણ કારગર અને સ્થાયી સમાધાન કાઢી શકાય છે. 


બે વર્ષમાં પૂરી થશે પરિયોજના
આ પરિયોજનાને દિલ્હી સરકારનો વન વિભાગ બે વર્ષની અંદર પૂરી કરશે. દિલ્હી વન સંરક્ષક કાર્યાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે 7 જુલાઈથી આ યોજનાની ઔપચારિક શરૂઆત થઈ ગઈ છે. સ્થાનિક પરિસ્થિતિઓમાં જલદી ઉછરી જવાની પ્રવૃત્તિવાળા દેસી ઝાડ દિલ્હીના મૌલિક પર્યાવાસને પણ બહાલ કરશે. આ હેઠળ કેન્દ્રીય એજન્સી દિલ્હી વિકાસ પ્રાધિકરણ (ડીડીએ), કેન્દ્રીય લોક નિર્માણ વિભાગ ( સીપીડબલ્યુડી), દિલ્હી મેટ્રો, ઉત્તર રેલવે અને દિલ્હી સરકારના લોકનિર્માણ વિભાગ, વન વિભાગ અને નવી દિલ્હી પાલિકા પરિષદ (એનડીએમસી) સહિત ત્રણેય નગર નિગમ (એસીડી) પોતાના ક્ષેત્રાધિકારવાળા વિસ્તારોમાં આ છોડ વાવશે. 


વન મહોત્સવ 15 જુલાઈથી શરૂ
તમામ એજન્સીઓ વરસાદની ઋતુમાં 15 જુલાઈથી 15 સપ્ટેમ્બર સુધી વન મહોત્સવ દરમિયાન સઘન વૃક્ષારોપણ અભિયાન ચલાવશે. જેમાં 21 લાખ દેશી ઝાડ અને દસ લાખ ઝાડીવાળા ઝાડ લગાવવામાં આવશે. જેમાં 4.22 લાખ ઝાડ વન વિભાગ, 4 લાખ ઝાડ 3 એમસીડી અને 3 લાખ ઝાડ એનડીએમસી, 35 હજાર ઝાડ સીપીડબલ્યુડી અને 8.75 લાખ ઝાડ ડીડીએ લગાવશે. તમામ એજન્સીઓ બે વર્ષ સુધી તેનું સઘન પોષણ કરશે. ત્યારબાદ તેની સામાન્ય નીગરાણી કરતા તે સ્વતંત્ર એજન્સીઓ પાસે વિકાસના લેખાજોખા (સર્વાઈકલ ઓડિટ) કરાવશે. તેનો હેતુ ઝાડના જીવિત બચવાની તપાસ કરવાનો છે. સ્વતંત્ર એજન્સી તરીકે દહેરાદૂન સ્થિત વન અનુસંધાન સંસ્થાન (એફઆરઆઈ) દ્વારા સર્વાઈકલ ઓડિટની પ્રક્રિયા માર્ચ 2019થી શરૂ કરાવવાનો પ્રસ્તાવ છે. તેનો ઓડિટ રિપોર્ટ માર્ચ 2020માં રજુ કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે.