કોલકાતા: ભારતીય જનતા પાર્ટી સાથે સીધી ટક્કરમાં ઉતરેલી તૃણમૂલ કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ મમતા બેનરજીએ પોતાના નેતાઓને ચેતવણી આપી છે. સીએમ મમતાએ આંખ ફેરવીને કહી દીધુ છે કે જે પણ નેતા સરકારી યોજનાઓમાં કે કોઈ પણ પ્રકારના અન્ય ભ્રષ્ટાચારમાં સામેલ હશે તેને જેલ મોકલી દેવામાં આવશે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે તેઓ ભ્રષ્ટાચાર મુદ્દે પોતાની પાર્ટીના નેતાઓ ઉપર કાર્યવાહી કરવાથી પણ ખચકાશે નહીં. રાજ્યના મુખ્યમંત્રી બેનરજીએ આ ચેતવણી એવા સમયે આપી છે કે જ્યારે નદિયા જિલ્લામાં સંગઠનની એક બેઠક યોજાઈ અને તૃણમૂલ કોંગ્રેસે બેમાંથી એક લોકસભા બેઠક પર ભાજપ સામે હારનો સામનો કરવો પડ્યો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નદિયા જિલ્લાથી એક વરિષ્ઠ તૃણમૂલ નેતાએ કહ્યું કે અમારા પાર્ટી પ્રમુખે અમને ભ્રષ્ટાચારમાં સામેલ થવા સામે ચેતવણી ઉચ્ચારી છે અને અમને કહ્યું છે કે જો કોઈની પાસેથી 'કટ મની' લીધા હોય તો પાછા આપી દેવા. તેમણે અમને કહ્યું છે કે 'જો કોઈ સરકારી યોજનાઓનો લાભ આપવા માટે 'કટ મની' લેતા પકડાયા તો તેની ધરપકડ થશે.'


મમતાનો ઘમંડ બંગાળના વિકાસમાં વિધ્ન નાખે છે: વિજયવર્ગીય
ભાજપના મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી પર આરોપ લગાવ્યો છે કે તેઓ પોતાના ઘમંડને સંતોષવા માટે રાજ્યના વિકાસમાં વિધ્ન નાખે છે. વિજયવર્ગીયએ તૃણમૂલ કોંગ્રેસ પ્રમુખ પર જનતાની સેવા કરવાની જગ્યાએ પોતાની ખુરશી બચાવવા પર વધુ ભાર મૂકવાનો આરોપ લગાવ્યો. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...