પટના : બિહાર વિધાનસભાનું મોનસુન 28 જુનથી ચાલુ થઇ ગયું હતું. બીજી તરફ સોમવારે સત્રનાં બીજા દિવસે ભારે હોબાળો થયો. ચમકી બુખારથી સમગ્ર શહેરમાં બાળકોનાં મોતના મુદ્દે સરકાર પર નિશાન સાધવામાં આવી રહ્યું છે. વિપક્ષ સતત હોબાળો કરી રહ્યું છે. બીજી તરફ મુખ્યમંત્રી નીતીશ કુમારે મગજના તાવ મુદ્દે વિધાનસભામાં કહ્યું કે, છેલ્લા ઘણા વર્ષોમાં ઘટાડો આવ્યો હતો પરંતુ આ વખતે વધી ગયો છે. સાથે સાથે તેમણે કહ્યું કે, આ બીમારીનું મુખ્ય કારણ ખબર પડી શક્યું નથી. 
મુખ્યમંત્રી નીતીશ કુમારે વિધાનસભામાં કહ્યું કે, એઇએસના ગંભીર બિમારી છે. તે મુદ્દે નિષ્ણાંતોની સાથે અનેક બેઠક પણ કરવામાં આવી. જો કે આ બિમારી મુદ્દે મુખ્યકારણ જાણી શકી નથી. નિષ્ણાંતોના અલગ અલગ મંતવ્યો છે. બીજી તરફ અમેરિકાનાં રિપોર્ટમાં સ્પષ્ટ થઇ શક્યું નથી કે તે કયા કારણોથી ફેલાય છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુખ્યમંત્રીએ કહ્યું કે, એક કારણ લીચીને ગણાવાઇ રહ્યું છે. જે લીચી પાકી જાય છે અને જમીન પર પડે છે અને બાળકો તેનું સેવન કરે છે તો આ બિમારી ફેલાય છે. જો કે આ કારણની હજી સુધી પૃષ્ટી થઇ નથી. કોઇએ તેને મુખ્યકારણ ગણાવ્યું છે. એવામાં લીચીને આ બિમારીનું કારણ ગણાવી શકીએ નહી. 

બીજી તરફ મુખ્યમંત્રી મગજનો તાવને તત્કાલ અટકાવવા માટેની એક પદ્ધતી તે પણ છે . જાગૃતતા કારણ કે ગત્ત વર્ષોમાં જાગૃતતામાં આવેલા ઘટાડાને માનવામાં આવી શકે છે. તેમણે કહ્યું કે લોકોમાં જાગૃતતા માટે કાર્યક્રમ ચલાવવામાં આવ્યા જેમાં ગરમીમાં બાળકો ભુખ્યા નહી રહેવા દેવા જેવી વાતો કહેવામાં આવી રહી છે.