નવી દિલ્હી : વિધાનસભા ચૂંટણી બાદ જાહેર થયેલા મોટા ભાગનાં એક્ઝિટ પોલનાં પરિણામમાં મધ્યપ્રદેશમાં કોંગ્રેસની જીતની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. પરંતુ રાજ્યના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ આ સર્વે સાથે કોઇ લેવા દેવા ન હોય તેમ કહી રહ્યા છે કે, તેઓ પોતે જ સરકાર બનાવશે. મુખ્યમંત્રી શિવરાજ સિંહે કહ્યું કે, મને બડા સર્વેયર કોઇ ન હોઇ શકે. જે દિવસ રાત જનતા વચ્ચે ફરે છે. એટલા માટે સમગ્ર વિશ્વાસની સાથે કહી રહ્યો છું. ભારતીય જનતા પાર્ટી જ સરકાર બનાવશે કારણ કે આ ગરીબો, ખેડૂતો માટે ખુબ જ જરૂરી છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ચૂંટણીના પરિણામો પહેલા એબીપી ન્યૂઝ - લોકનીતિ સીએસડીએસનાં સર્વેમાં 230 સભ્યોની મધ્યપ્રદેશ વિધાનસભામાં કોંગ્રેસને 126 સીટો મળી રહી છે જ્યારે ભાજપને 94 અને અન્યને 10 સીટો આપવામાં આવી છે. ઇન્ડિયા ટુડે-માઇ એક્સિસ પોલમાં પણ કોંગ્રેસને 104-120 સીટો આપવામાં આવી છે. સર્વેક્ષણમાં બસપાને 1થી 3 સીટો અને અન્યને 3થી8 સીટો આપવામાં આવી છે. સી-વોટરે કોંગ્રેસને 110-126 સીટો આપી છે. જ્યારે ભાજપને 90-106 સીટો આપી છે. અન્ય દળોનાં ખાતામાં 6-22 સીટો જવાનું અનુમાન છે. 

આઇટીવી-નેતા એક્ઝિટ પોલમાં કોંગ્રેસને 112 સીટો મળવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. માયાવતીની બસપા સહિત અન્ય દળોને 12 સીટો મળવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જો કે ટાઇમ્સ નાઉ-સીએનએક્સએ ભાજપને 126 સીટો આપી છે, અને કોંગ્રેસને 89 સીટો મળવાનું અનુમાન વ્યક્ત કર્યું છે. બસપાને 6 સીટો આપવામાં આવી છે. મધ્યપ્રદેશમાં વર્ષ 2003થી ભાજપ સત્તામાં છે. 230 સભ્યોની વિધાનસભામાં કોઇ પાર્ટીને સરકાર બનાવવા માટે 116 સીટો જીતવાની જરૂર છે. વર્ષ 2013માં ભાજપે 165 સીટો જીતી હતી, કોંગ્રેસને 58 સીટો મળી હતી. બસપાને ચાર અને અપક્ષને ત્રણ સીટો જીતી હતી.