આ બે શહેર `પવિત્ર ક્ષેત્ર` જાહેર, માંસ અને દારૂના વેચાણ પર પ્રતિબંધ
મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જૈન તીર્થસ્થળ કુંડલપુર સહિત બે શહેરને પવિત્ર ક્ષેત્ર જાહેર કરતા કહ્યું કે ત્યાં માંસ અને દારૂના વેચાણ પર પ્રતિબંધ લગાવવામાં આવશે.
ભોપાલ: મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જૈન તીર્થસ્થળ કુંડલપુર સહિત બે શહેરને પવિત્ર ક્ષેત્ર જાહેર કરતા કહ્યું કે ત્યાં માંસ અને દારૂના વેચાણ પર પ્રતિબંધ લગાવવામાં આવશે.
પંચકલ્યાણક મહોત્સવમાં સીએમએ કરી જાહેરાત
અત્રે જણાવવાનું કે સીએમ શિવરાજ સિંહ ચૌહાણે સોમવારે મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલથી 285 કિલોમીટર દૂર દમોહ જિલ્લામાં સ્થિત કુંડલપુરમાં જૈન સમુદાયના પંચકલ્યાણક મહોત્સવમાં ભાગ લેતા આ જાહેરાત કરી.
કુંડલપુર અને બાંદકપુર પવિત્ર ક્ષેત્ર જાહેર
મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે આચાર્ય વિદ્યાસાગર મહારાજની પ્રેરણાથી હું કુંડલપુર અને બાંદકપુરને પવિત્ર ક્ષેત્ર જાહેર કરી રહ્યો છું. જ્યાં માંસ અને દારૂ પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ રહેશે. અત્રે જણાવવાનું કે બાંદકપુર શહેર ભગવાન શિવના મંદિર માટે પ્રસિદ્ધ છે.
હિન્દીમાં હશે મેડિકલ અને એન્જિનિયરિંગ સિલેબસ
સીએમ શિવરાજ સિંહ ચોહાણે કહ્યું કે વિદ્યાસાગર મહારાજની ઈચ્છા મુજબ રાજ્ય સરકાર એક વર્ષની અંદર મેડિકલ અને એન્જિનિયરિંગ સિલેબસ હિન્દીમાં શરૂ કરશે.
Viral Video: સ્કૂટી ચલાવતા શીખી રહેલી 'પાપા કી પરી'એ ઘરમાં જ કાકાને અડફેટે લઈ લીધા, પછી જે થયું....
તેમણે નાગરિકોને ગૌરક્ષાના કામમાં આગળ આવવાની અને પર્યાવરણને જાળવવા વૃક્ષારોપણની પણ અપીલ કરી. આ અગાઉ આ મહિનાની શરૂઆતમાં મધ્ય પ્રદેશના મંત્રી વિશ્વાસ સારંગે કહ્યું હતું કે સરકાર આગામી શૈક્ષણિક સત્રથી ભોપાલની ગાંધી મેડિકલ કોલેજમાં એમબીબીએસ સિલેબસ હિન્દીમાં શરૂ કરશે.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube