વીર સાવરકરના પૌત્રનો ઉદ્ધવ પર આરોપ, ન આપ્યો મળવા માટે એક મિનિટનો સમય
રંજીત સાવરકરે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેને પણ આ મામલામાં કાર્યવાહી કરવાની માગ કરી છે. તેમણે ઉદ્ધવ ઠાકરે પર તેમની વાત ન સાંભળવાનો આરોપ લગાવ્યો છે.
નવી દિલ્હીઃ ભોપાલમાં કોંગ્રેસ સેવા દળ (Congress Seva Dal)ના કાર્યક્રમમાં વીર સાવરકર (Veer Savarkar) વિતરણ કરવામાં આવેલા પુસ્તકને લઈને વિવાદ વધી રહ્યો છે. વિનાયક દામોદર સાવરકરના પૌત્ર રંજીત સાવરકર (Ranjit Savarkar)એ રાહુલ ગાંધી (Rahul Gandhi) અને કોંગ્રેસ સેવા દળ સહિત ઘણા લોકો વિરુદ્ધ વીર સાવરકર પર આરોપ લગાવતા કેસ નોંધાવવાની માગ કરી છે.
રંજીત સાવરકરે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેને પણ આ મામલામાં કાર્યવાહી કરવાની માગ કરી છે. તેમણે ઉદ્ધવ ઠાકરે પર તેમની વાત ન સાંભળવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું, 'હું સીએમને મળવા આવ્યો હતો. મેં મળવા માટે તેમને ઘણીવાર વિનંતી મોકલી, પરંતુ હું આજે તેમને મળી શક્યો નથી. સાવરકર જીના સન્માનને લઈને તેમની પાસે વાત કરવા માટે એક મિનિટનો સમય નથી. હું ખુબ નિરાશ છું. આ સાવરકર જીનું અપમાન છે.'
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube