મુંબઈઃ Free Vaccine For All In Maharashtra: મહારાષ્ટ્રમાં 18થી 44 વર્ષના તમામ નાગરિકોને ફ્રીમાં કોરોના વેક્સિન આપવામાં આવશે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. મહત્વનું છે કે દેશભરમાં 1 મેથી 18 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને વેક્સિન આપવામાં આવશે. વેક્સિન માટે આજથી રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહત્વનું છે કે દેશમાં સૌથી વધુ પ્રભાવિત રાજ્ય મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 66 હજારથી વધુ કેસ સામે આવ્યા અને 895 લોકોના મૃત્યુ થયા હતા. રાજ્યના સ્વાસ્થ્ય વિભાગ પ્રમાણે એક દિવસમાં 66358 સંક્રમિત મળ્યા છે અને 895 લોકોના મૃત્યુ થયા છે. રાહતની વાત છે કે આ સમય દરમિયાન 67752 લોકો સાજા પણ થયા છે. 


છેલ્લા 24 કલાકમાં નવા 3.60 લાખથી વધુ કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે સવારે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 3,60,960 દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કેસનો આંકડો 1,79,97,267 પર પહોંચ્યો છે. જેમાંથી 29,78,709 દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે. એક દિવસમાં 2,61,162 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. જ્યારે 3293 લોકોના કોરોનાથી મોત થયા છે. આ સાથે કુલ રિકવર થયેલા દર્દીઓનો આંકડો 1,48,17,371 પર પહોંચ્યો છે જ્યારે કુલ મૃત્યુઆંક 2,01,187 થયો છે. સતત વધી રહેલો મૃત્યુઆંક અને દૈનિક કેસનો આંકડો ભયજનક સ્થિતિ દર્શાવી રહ્યા છે. રસીકરણ અભિયાન હેઠળ દેશમાં અત્યાર સુધીમાં કુલ 14,78,27,367 લોકોને રસી આપવામાં આવી છે. 


Coronavirus: કોરોનાના સંક્રમણને કાબૂમાં લેવા ગોવામાં લોકડાઉન જાહેર, જાણો વિગતવાર માહિતી


આજથી 18 વર્ષથી વધુ વયના લોકો માટે શરૂ થશે રજિસ્ટ્રેશન
દેશમાં કોરોના રસીકરણનો આગામી તબક્કો 1 મેથી શરૂ થઈ રહ્યો છે. અત્યાર સુધી 45 વર્ષથી ઉપરના લોકો જ કોરોનાની રસી મૂકાવી શકતા હતા પરંતુ 1 મેથી સમગ્ર દેશમાં 18 વર્ષ અને તેથી વધુ વયના દરેક વ્યક્તિ રસી માટે યોગ્યતાપાત્ર રહેશે. જો કે આ તબક્કામાં એક મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. 18થી વધુ ઉંમરના લોકોએ રસી લેવા માટે પોતાનું ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત રહેશે. જે બુધવારે સાંજે 4 વાગે શરૂ થઈ જશે. 45 વર્ષથી ઉપરના લોકો માટે ઓનસાઈટ રજિસ્ટ્રેશનનો વિકલ્પ પહેલાની જેમ ઉપલબધ રહેશે.


મહારાષ્ટ્રમાં સ્થિતિ હજુ પણ ગંભીર
કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત મહારાષ્ટ્રમાં નવા કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. સ્વાસ્થ્ય વિભાગ તરફથી રાત્રે જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 66,358 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. આ સમય દરમિયાન 67,752 દર્દી રિકવર થયા છે. રાજ્યમાં અત્યાર સુધી 44,100,85 લોકો કોરોનાની ઝપેટમાં આવ્યા છે.  રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 895 દર્દીઓના મોત થયા છે. આ એક દિવસમાં મોતનો અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે. રાજ્યમાં સોમવારે 48,700 નવા કેસ સામે આવ્યા હતા અને 524 લોકોના મૃત્યુ થયા હતા. મહારાષ્ટ્રમાં 18 એપ્રિલે સૌથી વધુ 68,631 કેસ સામે આવ્યા હતા. 


દેશના અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube