CM ઉદ્ધવ ઠાકરેએ PM મોદીને પત્ર લખ્યો, કહ્યું- 25 વર્ષથી વધુ ઉંમરના લોકોને આપવામાં આવે વેક્સિન
મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસથી રેકોર્ડ કેસ સામે આવી રહ્યાં છે. આ વચ્ચે પ્રદેશના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પીએમ મોદીને પત્ર લખ્યો છે.
મુંબઈઃ મહારાષ્ટ્રમાં સતત વધી રહેલા કોરોના કેસ વચ્ચે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (Chief Minister Uddhav Thackeray) એ પીએમ મોદી (PM Modi) ને પત્ર લખ્યો છે. આ પત્રમાં તેમણે કહ્યું કે, 25 વર્ષથી વધુ ઉંમરના બધા લોકોને કોરોનાની વેક્સિન આપવાની મંજૂરી આપો.
સાથે તેમણે વેક્સિન માટે 45 વર્ષથી વધુ ઉંમરના લોકોને મંજૂરી આપવાના તેમના પ્રસ્તાવનો સ્વીકાર કરવા માટે પીએમનો આભાર માન્યો છે. ઠાકરેએ પત્રમાં કહ્યુ કે, દેશમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ કોરોના વેક્સિન આપવામાં આવી છે. રવિવાર સુધી રાજ્યમાં 76.86 લાખ ડોઝ આપવામાં આવ્યા છે.
આ પહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે પણ આ પ્રકારની માંગ ઉઠાવી છે.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube